ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs ENG 3rd test: ત્રીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદી, ભારત સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યું - IND vs ENG

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના મિડલ ઓર્ડરને સંભાળતા રોહિત શર્માએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી હતી. તેણે પોતાના ખરાબ ફોર્મથી આગળ વધીને રાજકોટ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.

IND vs ENG 3rd test Rohit Sharma scored a century against England in Rajkot
IND vs ENG 3rd test Rohit Sharma scored a century against England in Rajkot

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2024, 4:35 PM IST

રાજકોટ:ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાતકોટના નિરંજશાહ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સદી ફટકારી હતી. રોહિત લાંબા સમયથી ટેસ્ટમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. તેણે છેલ્લી બે ટેસ્ટ મેચમાં પણ રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં આઉટ ઓફ ફોર્મ રહેલા રોહિતનું બેટ ત્રીજી ટેસ્ટમાં જોરદાર ગર્જના કરી હતી અને તેણે પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી હતી.

રોહિત શર્માએ કારકિર્દીની 11મી સદી ફટકારી હતી

આ મેચમાં રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરવા યશસ્વી જસવાલ સાથે આવ્યો હતો. તેની સામે એક પછી એક ત્રણ વિકેટ પડી હતી. આ પછી તેણે રવિન્દ્ર જાડેજા સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી અને પોતાની સદી પૂરી કરી હતી. રોહિતે 157 બોલનો સામનો કર્યો અને 64.55ની ઝડપે તેના 100 રન પૂરા કર્યા હતા. આ ઈનિંગ દરમિયાન હિટમેને 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. હાલમાં રોહિત 101 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. તેણે 72 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે.

આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને બેન સ્ટોક્સને પ્રથમ બોલિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે અત્યાર સુધી 53 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલે 10 રન, શુભમન ગીલે 0 રન અને રજત પાટીદાર 5 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની અડધી સદી પૂરી કરી છે. તે હાલમાં 127 બોલમાં 68 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે.

  1. Women's Premier League 2024 : બેથ મૂનીની આગેવાનીમાં મેદાને ઉતરશે ગુજરાત જાયન્ટ્સ
  2. T20 world cup 2024 : જય શાહનું મોટું નિવેદન, ' રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત 2024નો T20 વર્લ્ડ કપ જીતશે '

ABOUT THE AUTHOR

...view details