નવી દિલ્હી : ICC T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજમાં 3 મેચ અને સુપર 8 સ્ટેજમાં 1 મેચ જીતી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024માં હારનો સામનો કરવો પડ્યો નથી. હવે મેન ઇન બ્લુ બાંગ્લાદેશ સામે આજે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે સુપર-8ની તેની બીજી મેચ રમશે. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ બાંગ્લાદેશ સામે પ્લેઈંગ-11 માં મોટો ફેરફાર કરી શકે છે.
શિવમ દુબેનું પત્તુ કપાશે ?વાસ્તવમાં, શિવમ દુબે આ ટૂર્નામેન્ટમાં ભારત માટે ફિનિશર તરીકે રમતા જોવા મળી રહ્યા છે. પરંતુ તેણે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં સંપૂર્ણપણે નિરાશ કર્યા છે. શિવમે 4 મેચની 4 ઇનિંગ્સમાં માત્ર 44 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે માત્ર 1 ફોર અને 2 સિક્સર જ નોંધાવી છે. આ આંકડા પરથી દુબેના ખરાબ પ્રદર્શનનો અંદાજ લગાવી શકાય છે. શિવમ દુબેના આ નિરાશાજનક પ્રદર્શન બાદ હવે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સંજુ સેમસનને પ્લેઈંગ-11 માં સામેલ કરી શકે છે.