નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ આજે ગ્વાલિયર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 6 ઓક્ટોબર (રવિવાર)ના રોજ બાંગ્લાદેશ સામે ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. આ મેચ આજે સાંજે 7 વાગ્યાથી રમાશે. આ મેચ સ્પોર્ટ્સ 18 પર ટેલિકાસ્ટ કરવામાં આવશે જ્યારે તેનું સ્ટ્રીમિંગ Jio સિનેમા પર ફ્રી હશે.
અભિષેક શર્મા સાથે કોણ કરશે ઇનિંગ્સની શરૂઆત?
આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ હશે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં તેણે જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાનો બીજો ઓપનર કોણ હશે. વાસ્તવમાં, જ્યારે આ શ્રેણી માટે ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે એકમાત્ર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને ટીમમાં તક મળી હતી. તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કોણ કરશે તે એક મોટો પ્રશ્ન હતો.
બીજો ઓપનિંગ બેટ્સમેન:
હવે કેપ્ટને પોતે કહ્યું છે કે, ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીમાં ઇનિંગ્સની શરૂઆત કરતો જોવા મળશે. અભિષેક શર્માની સાથે તે બીજા ઓપનર તરીકે ચાહકોને રમતા દેખાશે.
સંજુ આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી ચૂક્યો છે, જ્યાં તેણે 5 મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી અને 1 અડધી સદીની મદદથી 105 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 77 રન રહ્યો છે. હવે તેની પાસે સૂતેલી પ્રતિભાને જગાડવાનો અને ગ્વાલિયરમાં બેટ વડે ધૂમ મચાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવાની તક મળશે.
સૂર્યાએ સંજુ વિશે મોટી વાત કહી:
સૂર્યકુમારે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમારો બીજો ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસન છે. તે રમશે અને તે ભવિષ્યની શ્રેણીમાં પણ ઓપનિંગ કરશે. આ એક સારી તક છે. જેમ આપણે જોયું તેમ, તેઓ તેમના રાજ્યો અને IPL ફ્રેન્ચાઇઝીઓ માટે રમ્યા છે અને રમતમાં પ્રભાવ પાડવાની ઘણી સંભાવનાઓ ધરાવે છે. મને આશા છે કે તેઓ આવતીકાલે અથવા આગામી મેચોમાં રમશે. હું આશા રાખું છું કે તેઓ જે કરી રહ્યા છે તે કરતા રહેશે કારણ કે અહીં કંઈ અલગ કરવાની જરૂર નથી.'
આ પણ વાંચો:
- ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલનો આજે 40મો જન્મદિવસ, ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની મેચ જીતીને આપશે ભેટ… - IND vs BAN 1st T20
- આજે પાકિસ્તાનને હરાવવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યાં જોવા મળશે ફ્રીમાં મેચ... - IND W VS PAK W T20 LIVE