કાનપુર (ઉત્તર પ્રદેશ): કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ બનાવીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું હતું. જાડેજાએ બાંગ્લાદેશના ખલીલ અહેમદની વિકેટ લેતાની સાથે જ ઘણી મહત્વની સિદ્ધિઓ મેળવી હતી.
સૌથી ઝડપી 300 વિકેટ ઝડપનાર બીજા ભારતીય :
રવિન્દ્ર જાડેજાએ આજે કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશના ખલીલ અહેમદને ટેસ્ટમાં પોતાનો 300મો શિકાર બનાવ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો. જાડેજાએ અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ દરમિયાન આ મહત્વની સિદ્ધિ મેળવી હતી.
300 ટેસ્ટ વિકેટ લેનારો 7મો ભારતીય :
જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનારો 7મો ભારતીય ખેલાડી બન્યો છે. 300 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા અન્ય ભારતીય બોલરોની યાદીમાં અનિલ કુંબલે (619), આર અશ્વિન (524), કપિલ દેવ (434), હરભજન સિંહ (417), ઈશાંત શર્મા (311) અને ઝહીર ખાન (311)નો સમાવેશ થાય છે.
ટેસ્ટમાં 300+ વિકેટ અને 3000+ રનમાં બનાવનાર બીજો ખેલાડી:
વિન્દ્ર જાડેજા આજે તેની 74મી ટેસ્ટ મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ અને 3000+ રનની ડબલ પૂર્ણ કરનાર ઈંગ્લેન્ડના મહાન બેટ્સમેન ઈયાન બોથમ પછી બીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો છે. તેણે 300 ટેસ્ટ વિકેટ પૂરી કરવા માટે માત્ર 17428 બોલ લીધા હતા. તમને જણાવી દઈએ કે ભારતના આર અશ્વિને 300 વિકેટ પૂરી કરવા માટે માત્ર 15636 બોલ લીધા હતા.
ટેસ્ટ મેચોમાં ઓછામાં ઓછી 3000+ રન અને 300+ વિકેટ લેનાર ખેલાડીઓ:
- ઇયાન બોથમ - 72 મેચ
- રવિન્દ્ર જાડેજા* - 74 મેચ
- ઈમરાન ખાન - 75 મેચ
- કપિલ દેવ/રિચર્ડ હેડલી - 83 મેચ
- શોન પોલોક - 87 મેચ
- રવિચંદ્રન અશ્વિન - 88 મેચ
આ પણ વાંચો:
- રોહિત અને જયસ્વાલનું ટેસ્ટમાં T20 જેવું ધમાકેદાર પ્રદર્શન, ભારતીય ટીમે બનાવ્યા આ 2 વર્લ્ડ રેકોર્ડ… - India vs Bangladesh Test match
- Watch: રોહિત અને સિરાજે એક હાથે પકડ્યા અદ્ભુત કેચ, વીડિયો થયો વાયરલ… - IND vs BAN 2nd Test