ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારત - બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં બુમરાહે પહેલી જ ઓવરમાં સ્ટમ્પ ઉખાડી નાંખ્યા, વીડિયો થયો વાયરલ… - IND vs BAN 1st Test - IND VS BAN 1ST TEST

ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે બાંગ્લાદેશની ઈનિંગની પ્રથમ ઓવરમાં શાદમાન ઈસ્લામને તેના આશ્ચર્યજનક બોલથી ક્લીન બોલ્ડ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાંચો વધુ આગળ… Jasprit Bumrah bowled Shadman Islam :

ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ
ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (ANI)

By ETV Bharat Sports Team

Published : Sep 20, 2024, 12:52 PM IST

ચેન્નાઈઃભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે શુક્રવારે ટેસ્ટના બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 376 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી બાંગ્લાદેશની શાદમાન ઈસ્લામ અને ઝાકિર હસનની ઓપનિંગ જોડી ઓપનિંગ કરવા મેદાનમાં આવી હતી. પરંતુ, ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પહેલી જ ઓવરમાં આ જોડીને તોડીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી.

બુમરાહના શાનદાર બોલનો વીડિયો થયો વાયરલ:

બાંગ્લાદેશની ઈનિંગની પ્રથમ ઓવર નાખવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાના સૌથી શક્તિશાળી બોલર જસપ્રિત બુમરાહને બોલ સોંપ્યો હતો. ડાબોડી બેટ્સમેન શાદમાન ઈસ્લામે ઓવરના બીજા બોલ પર 2 રન બનાવીને પોતાનું અને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. પરંતુ, 5માં બોલ પર, બુમરાહે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

તે એક લેન્થ ડિલિવરી હતી, જે ઑફ સ્ટમ્પની ઉપરના ખૂણા પર ફેંકવામાં આવી હતી. ઇસ્લામને લાગ્યું કે તે સ્ટમ્પની ઉપર જશે તેથી તેણે બોલ છોડવા માટે હાથ ઉંચા કર્યા. પરંતુ, બુમરાહના આ ગડગડાટ બોલે ઇસ્લામનો ઓફ સ્ટમ્પ ઉડાવી દીધો. બુમરાહના આ શાનદાર બોલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રથમ દાવમાં ભારતનો સ્કોર (376/10):

ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતે 376 રન બનાવ્યા છે. ભારત તરફથી ટોપ સ્કોરર સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન હતો, જેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 113 રનની શાનદાર અડધી સદી રમી હતી. રવિન્દ્ર જાડેજા સદી ફટકારવામાં ચૂકી ગયો હતો અને 86 રન પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (56) શાનદાર અડધી સદી ફટકારી હતી. તે જ સમયે, બાંગ્લાદેશ માટે, જમણા હાથના ફાસ્ટ બોલર હસન મહમૂદે સૌથી વધુ 5 વિકેટ લીધી. તસ્કીન અહેમદને પણ 3 સફળતા મળી છે.

આ પણ વાંચો:

  1. watch: જાડેજા-અશ્વિનની ભાગીદારીએ ભારત માટે ઊભો કર્યો મોટો સ્કોર, જાડેજાએ કર્યું અનોખું સેલિબ્રેશન... - IND vs BAN 1st Test
  2. Watch: રિષભ પંત અને લિટન દાસ વચ્ચે મેદાન પર થઈ બબાલ, વીડિયો થયો વાયરલ… - IND vs BAN 1st Test

ABOUT THE AUTHOR

...view details