બ્રિસ્બેન: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, પરંતુ બીજા દિવસની શરૂઆતમાં વાતાવરણ સારું રહ્યું હોવાથી બંને ટીમના ખેલાડીઓ ફરી મેદાનમાં ઉતરી ગયા છે. બીજા દિવસના રમતમાં ફરી એકવાર ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને રિષભ પંતે પોતાનો જાદુ બતાવ્યો છે.
જસપ્રીત બુમરાહ બીજા દિવસે ગાબામાં ચમક્યો:
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 13.2 ઓવરમાં 28 રન બનાવ્યા હતા. આ પછી, ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત રદ કરવામાં આવી હતી. બીજા દિવસની રમત થોડી વહેલી શરૂ થઈ અને જસપ્રિત બુમરાહે અદભૂત બોલિંગ કરી. બુમરાહે પહેલા ઉસ્માન ખ્વાજાને 21 રનના અંગત સ્કોર પર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી બુમરાહે 9 રનના અંગત સ્કોર પર નાથન મેકસ્વીનીને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
બુમરાહે અનોખો રેકોર્ડ બનાવ્યો:
આ સાથે જસપ્રિત ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. કપિલ દેવ (108), રવિચંદ્રન અશ્વિન (71), અનિલ કુંબલે (61) પછી જસપ્રિત બુમરાહ (60*) છે. તેના પછી મોહમ્મદ શમી (59) અને ઉમેશ (59) એવા ભારતીય બોલર છે જેમણે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.
પંત ધોનીના આ રેકોર્ડની નજીક:
આ મેચની 17મી ઓવરમાં બુમરાહે બોલ ઓફની બહાર ખ્વાજાને ફેંક્યો અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેને તેને રમ્યો અને બોલ બેટની કિનારી લઈને પંત તરફ ગયો, જેને પંતે સરળતાથી કેચ કરી લીધો. આ સાથે પંતે વિકેટકીપર તરીકે 41 મેચમાં 135 કેચ અને 15 સ્ટમ્પિંગ કર્યા છે. ધોની 256 કેચ અને 38 સ્ટમ્પિંગ સહિત 294 વિકેટ સાથે ભારતીય વિકેટકીપર્સની યાદીમાં ટોચ પર છે.
ધોની પછી, ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર સૈયદ કિરમાની 198 આઉટ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે, જેમાં 160 કેચ અને 38 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. પંત ત્રીજા સ્થાને છે અને ટૂંક સમયમાં કિરમાણીને પાછળ છોડવાનો પ્રયાસ કરશે. પંત પછી, કિરણ મોરે 130 આઉટ (110 કેચ અને 20 સ્ટમ્પિંગ) સાથે અને નયન મોંગિયા 107 આઉટ (99 કેચ અને 8 સ્ટમ્પિંગ) સાથે યાદીમાં ટોચના પાંચમાં છે.
ખેલાડીઓ
મેચ
ડીસમિસલ્સ (વિકેટ)
એમ.એસ ધોની
90
294
સૈયદ કીરમાની
88
198
રીષભ પંત
41
150*
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-1 થી બરાબર છે અને ત્રીજી ટેસ્ટમાં જીત બંને ટીમો માટે અત્યંત મહત્વની છે કારણ કે તેનું પરિણામ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફાઈ કરવાની તેમની તકોને અસર કરી શકે છે. આ મેચમાં અત્યારે બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાએ 70 ઓવરના અંતે 234 આ શ્રેણીની ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થશે.