દુબઈ: ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 શરૂ થઈ ગયો છે. આ મેગા ટૂર્નામેન્ટમાં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બીજી મેચ છે. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. જાણો મેચની ટિકિટની કિંમત કેટલી છે.
મેચની ટિકિટ: આ વખતે મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ટીમોને 5-5ના બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ ગ્રુપ Aમાં છે. જેમાં તેમને ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. ICCએ મહિલા T20 વર્લ્ડ કપ મેચોની ટિકિટના ભાવ જાહેર કરવાની સાથે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જેમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે આજની હાઈ-વોલ્ટેજ મેચની ટિકિટના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
મેચની ટિકિટની કિંમત:
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 6 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે અને તે જ સાંજે વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ કિસ્સામાં, ICCએ બંને મેચ માટે ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે. સૌથી સસ્તી ટિકિટ માત્ર 15 દિરહામની છે, જે લગભગ ભારતના 342 રૂપિયા છે. આ કિંમત એક મહિનાના મોબાઇલ રિચાર્જની સમકક્ષ છે.