ગુજરાત

gujarat

ETV Bharat / sports

'ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ મોડલ સ્વીકાર્ય નથી' પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું... - CHAMPIONS TROPHY 2025

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ સ્વીકાર્ય નથી અને તેમણે અન્ય વિકલ્પો પર ચર્ચા કરવી પડશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ((AFP))

By ETV Bharat Sports Team

Published : Nov 29, 2024, 1:39 PM IST

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને જણાવ્યું કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઈબ્રિડ મોડલ સ્વીકારશે નહીં. PCBએ વિનંતી કરી છે કે ICC શુક્રવારની બોર્ડ મીટિંગ દરમિયાન અન્ય વિકલ્પો પર ચર્ચા ન કરે.

ભારતે તેની ટીમને સરહદ પાર મોકલવાનો ઇનકાર કર્યા પછી, ICC એ પ્રતિષ્ઠિત ઈવેન્ટ સાથે સંકળાયેલા સમયપત્રક મુદ્દાઓને ઉકેલવા માટે તેના એક્ઝિક્યુટિવ સભ્યોની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું છે.

એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, "હું પુષ્ટિ કરી શકું છું કે પીસીબીએ થોડા કલાકો પહેલા આઈસીસીને કહ્યું હતું કે હાઇબ્રિડ મોડલ તેમને સ્વીકાર્ય નથી," PCBએ હાઇબ્રિડ મોડલનો સખત વિરોધ કર્યો છે અને ICCને ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે વૈકલ્પિક વિકલ્પો પર વિચાર કરવાની સલાહ આપી છે. પાકિસ્તાન બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાઇબ્રિડ મોડલના પરિણામે ભારતને પ્રાધાન્ય મળશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, "હું પુષ્ટિ કરી શકું છું કે, પીસીબીએ શરૂઆતમાં હાઇબ્રિડ મોડલની શક્યતાએ શરતે ધ્યાનમાં લીધી હતી કે જો ભારત પાકિસ્તાનમાં રમી શકશે નહીં, તો ભવિષ્યમાં 2031 (ભારત અને બાંગ્લાદેશમાં ODI વર્લ્ડ કપ) સુધી તમામ ICC ઇવેન્ટ્સ ભારતમાં યોજાશે તેનું હાઇબ્રિડ મોડલ પર આયોજન કરવું પડશે, કારણ કે પાકિસ્તાન ભારતમાં રમશે નહીં.

ICCને કોઈ લખિત પત્ર મળ્યો નથી:

અન્ય એક સ્ત્રોતે પુષ્ટિ કરી કે, પીસીબીએ આઈસીસીનેએ સ્પષ્ટ કરવા માટે યાદ અપાવ્યું છે, શું બીસીસીઆઈએ તેની સરકાર તરફથી એક લેખિત પત્ર સબમિટ કર્યો છે? જે દર્શાવે છે કે ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમવાની મંજૂરી આપવામાં આવી નથી. ICC નિયમો હેઠળ, જો કોઈ ટીમ કહે છે કે તેની સરકાર તેને કોઈપણ મેદાન પર અન્ય દેશમાં રમવાની મંજૂરી આપી રહી નથી, તો બોર્ડે તેની સરકાર તરફથી લેખિતમાં સૂચનાઓ સબમિટ કરવી પડશે, જે ICCને હજી સુધી મળ્યું નથી.

તેમણે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારતી ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના રેવન્યુ જનરેશનમાં યોગદાનને માન્યતા આપી છે. જો કે, તેણે ICCને યાદ અપાવ્યું કે તાજેતરની વૈશ્વિક ઘટનાઓના ડેટા મુજબ, પાકિસ્તાને પણ ભારત સામેની તેની મેચો દ્વારા આવક ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે, આઈસીસીએ હજુ સુધી વર્ચ્યુઅલ મીટિંગના સમયની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો:

  1. લાઈવ ક્રિકેટ મેચમાં ચોગ્ગો માર્યા બાદ યુવા બેટ્સમેનનું મોત, ક્રિકેટ જગતમાં શોક
  2. બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને સાથે કરી મુલાકાત, PMએ શેર કર્યો ફોટો

ABOUT THE AUTHOR

...view details