નાગપુર: ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમો વચ્ચેની પહેલી વનડે મેચ નાગપુરમાં આવેલ વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરના જામઠા સ્ટેડિયમમાં શરૂ થશે.
5 વર્ષ પછી વનડે મેચ રમાશે:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે મેચ એવી જગ્યાએ રમાશે જ્યાં પહેલા ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ODI આ મેદાન પર રમાઈ નથી. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. અહીં છેલ્લી ODI મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2019 માં રમાઈ હતી. આ સિરીઝ બાદ પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો યોજાશે. ભારતીય ટીમ દુબઈમાં રમશે પણ ઈંગ્લેન્ડની ટીમે રમવા માટે પાકિસ્તાન જવું પડશે. તૈયારીની દ્રષ્ટિએ આ સિરીઝમાં ભારત વધુ મજબૂત દેખાઈ રહ્યું છે. તેથી બંને ટીમો માટે દરેક મેચ મહત્વપૂર્ણ છે.
બંને ટીમ વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 107 વનડે રમાઈ છે. જેમાં ભારતીય ટીમ વધુ મજબૂત દેખાઈ રહી છે. ભારત ઈંગ્લેન્ડ સામે 58 ટી20 મેચ જીત્યું છે, એવામાં ઇંગ્લેન્ડે 44 મેચ જીત્યું છે અને પાંચ મેચ ડ્રો રહી હતી.
ટિકિટ ક્યારે અને કેવી રીતે ખરીદવી:
આ મેચની ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હવે ચાહકો 'ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો' મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન ટિકિટ ખરીદી શકે છે. ચાહકો માટે સારા સમાચાર છે કે આ શ્રેણીની દરેક મેચની ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. જેમાં આ મેચ માટે ટિકિટની ઓછામાં ઓછી ટિકિટ 800 રૂપિયા અને સૌથી વધુ ટિકિટ 4000 રૂપિયા છે.
ભારત-ઇંગ્લેન્ડ ODI મેચ ક્યાં અને કેવી રીતે જોવી:
આગામી ODI શ્રેણીની મેચો IST બપોરે 2 વાગ્યે શરૂ થશે. તમે આ મેચો જિયો સિનેમા પર લાઈવ જોઈ શકો છો. આ ઉપરાંત, તેનું લાઇવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 ચેનલ પર પણ જોઈ શકો છે. આ મેચો જિયો સિનેમા વેબસાઇટ અને એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે. તો ચાહકો આ દરેક માધ્યમો દ્વારા મેચનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી શકે છે.
વનડે શ્રેણી માટે બંને ટીમો:
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, હર્ષિત રાણા
ઇંગ્લેન્ડ ટીમ: જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક (ઉપ-કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, આદિલ રશીદ, સાકિબ મહમૂદ અને માર્ક વુડ.
આ પણ વાંચો:
- ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડી રાશિદ ખાને સર્જ્યો ઇતિહાસ, ટી20માં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
- કોહલીની દરિયાદિલી… 3 કલાક રાહ જોયા બાદ ફેન્સને ઘરમાં બોલવી આપ્યો ઓટોગ્રાફ