અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (GT) એ તેમના કેપ્ટન શુભમન ગિલના 24માં જન્મદિવસ પર ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. ગિલ, જે હાલમાં દેશના શ્રેષ્ઠ યુવા બેટ્સમેનોમાંનો એક છે, તેણે પહેલાથી જ તમામ ફોર્મેટમાં ભારત માટે તેની ઓળખ સ્થાપિત કરી છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય ટીમમાં નેતૃત્વની ભૂમિકા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ગિલ રવિવાર, સપ્ટેમ્બર 2024ના રોજ 25 વર્ષનો થશે. તેમના જન્મદિવસ નિમિત્તે, GT અમદાવાદમાં તેમના કૅપ્ટનના 'લાર્જર ધેન લાઇફ' આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવાની યોજના બનાવી છે. ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી હતી કે, રવિવારે અમદાવાદમાં બોક્સપાર્ક, ગોતા ખાતે ફ્રેન્ચાઇઝી દ્વારા અગાઉ ક્યારેય ન જોયેલી આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવશે. ફ્રેન્ચાઇઝીએ ચાહકોને ગિલના જન્મદિવસની ઉજવણીનો ભાગ બનવા માટે પણ આમંત્રણ આપ્યું છે.
ગુજરાત ટાઇટન્સ તેમના સુકાની, શુભમન ગીલના 25મા જન્મદિવસની ઉજવણી માટે બોક્સપાર્ક, ગોતા, અમદાવાદ ખાતે અગાઉ ક્યારેય ન જોયેલી આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરશે. આ ઇવેન્ટ 8 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે શરૂ થશે. GT એ X પર પોસ્ટ કરતાં તેના ચાહકો માટે લખ્યું હતું કે, 'એક ધમાકેદાર સરપ્રાઈઝ માટે તૈયાર છો #TiatansFan?'
ગિલ 2022માં IPLમાં તેમની ડેબ્યૂ સિઝન પહેલા ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. ગુજરાત ટાઈટન્સે 2022માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. ટે જ વર્ષમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનની સાથે ફ્રેન્ચાઇઝી દ્વારા સહી કરાયેલા માર્કી ખેલાડીઓમાં શુભનમ પણ જોડાયો હતો. ત્યારથી ગિલ છેલ્લી ત્રણ સિઝનમાં 45 મેચોમાં 44.97ની એવરેજ અને 147 સ્ટ્રાઇકથી 1799 રન સાથે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે .