નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 9 જુલાઈ, મંગળવારના રોજ એક મોટી જાહેરાત કરી છે. BCCI સચિવ જય શાહે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે જાહેર કર્યા છે. જય શાહે ઓફિસિયલ એકાઉન્ટથી કરેલી એક પોસ્ટમાં લખ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું ખૂબ જ આનંદ સાથે સ્વાગત કરું છું.
BCCI દ્વારા જાહેરાત :જય શાહે પોસ્ટ કરતાં લખ્યું કે, આધુનિક સમયમાં ક્રિકેટનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે અને ગૌતમે આ બદલાતા માહોલને ખૂબ નજીકથી જોયો છે. મને વિશ્વાસ છે કે, પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ, ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે આદર્શ વ્યક્તિ છે. ટીમ ઈન્ડિયા પ્રત્યેની તેમની સ્પષ્ટ દ્રષ્ટિ અને વિશાળ અનુભવે તેમને આ રોમાંચક અને સૌથી વધુ માંગવાળી કોચિંગ ભૂમિકાને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. BCCI તેમને આ નવી સફર શરૂ કરવા માટે સંપૂર્ણ સમર્થન આપે છે.
કોચ ગૌતમ ગંભીર :ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન રાહુલ દ્રવિડના સ્થાને હવે ગૌતમ ગંભીર ભારતના મુખ્ય કોચ બનશે. હવે શ્રીલંકા સામેની વિદેશી શ્રેણી ગૌતમની પ્રથમ જવાબદારી હશે. ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીર BCCI ની ક્રિકેટ સલાહકાર સમિતિ સમક્ષ ઈન્ટરવ્યુ માટે હાજર થયા અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવા માટે તેઓ મનપસંદ ઉમેદવાર હતા.