ગુજરાત

gujarat

ETV Bharat / sports

દેશમાં પ્રથમવાર ગુજરાતમાં યોજાઇ અંશતઃ દ્રષ્ટિહીન ખેલાડીઓ માટે નેશનલ લેવલની ફૂટબોલ સ્પર્ધા, આટલા રાજ્યોએ લીધો ભાગ…

અંશતઃ દ્રષ્ટિહીન કેટેગરીમાં ફૂટબોલની રમતમાં ભારતને મેડલ મળે તેવા ઉદ્દેશ્ય સાથે દેશમાં પ્રથમવાર ગુજરાતના કચ્છમાં ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. Football competition Kutch

દેશમાં પ્રથમવાર ગુજરાતમાં યોજાશે નેશનલ લેવલની ફૂટબોલ સ્પર્ધા
દેશમાં પ્રથમવાર ગુજરાતમાં યોજાશે નેશનલ લેવલની ફૂટબોલ સ્પર્ધા (Etv Bharat Gujarat)

By ETV Bharat Sports Team

Published : Oct 19, 2024, 10:58 PM IST

Updated : Oct 20, 2024, 6:51 AM IST

કચ્છ: દુનિયામાં સામાન્ય શારીરિક ક્ષમતા ધરાવતા લોકો તેમજ સંપૂર્ણ રીતે દિવ્યાંગતા ધરાવતા લોકો બન્ને માટે વિવિધ પ્રવૃતિઓ અને રમતગમત ક્ષેત્રે પણ વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે દેશમાં પ્રથમ વખત અંશતઃ દ્રષ્ટિહીન ખેલાડીઓ માટે નેશનલ લેવલની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ઓલ ઈન્ડિયા બ્લાઈન્ડ ફૂટબોલ એસોસિએશન (AIBFA) અને નવચેતન અંધજન મંડળ દ્વારા સંયુક્ત રીતે આંશિક રીતે જોઈ શકતા લોકો માટે રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 ઓક્ટોબરથી 21 ઓકટોબર સુધી સમગ્ર ભારતમાં આંશિક રીતે જોઈ શકતા રમતવીરોની અવિશ્વસનીય પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

દેશમાં પ્રથમવાર ગુજરાતમાં યોજાશે નેશનલ લેવલની ફૂટબોલ સ્પર્ધા (Etv Bharat Gujarat)

8 રાજ્યોની ટીમોએ લીધો ભાગ:

રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટમાં દેશના 8 રાજ્યોએ ભાગ લીધો છે જેમાં ગુજરાત આ ટુર્નામેન્ટને હોસ્ટ કરી રહ્યું છે.આંશિક દ્રષ્ટિ ધરાવતા ખેલાડીઓ માટેના આ આયોજનમાં ગુજરાત, તેલંગણા, મહારાષ્ટ્ર, મેઘાલય, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ,આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યના અંશતઃ દ્રષ્ટિહીન ખેલાડીઓએ ભાગ લીધો છે.

અંશતઃ દ્રષ્ટિહીન ફૂટબોલ ખેલાડીઓ (Etv Bharat Gujarat)

ભારતમાં પહેલી વાર નેશનલ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન:
અંશતઃ દ્રષ્ટિહીન લોકો એટલે એવા લોકો કે જેમને 100 ટકા દ્રષ્ટિક્ષતિ નથી, માત્ર 30 ટકાથી 60 ટકા જેટલું જ દેખાય છે. આ ખેલાડીઓ માટે ગુજરાત અને ભારતમાં પહેલી વાર નેશનલ ફૂટબોલ સ્પર્ધાનું કચ્છની 'સુર્યા વરસાણી એકેડેમી'માં આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 8 ટીમોને 2 ગ્રુપમાં 4-4 ની ટીમમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ટીમમાં 10 ખેલાડીઓ છે અને દરેક ટીમ એકબીજા વારફરથી મેચ રમશે. બંને ગ્રુપની ટોપ 2 ટીમો સેમીફાઈનલ મેચ રમશે અને ત્યાર બાદ 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવશે. આ ઉપરાંત ત્રીજા નંબરનું ઈનામ પણ અહીં ઘોષિત કરવામાં આવશે.

અંશતઃ દ્રષ્ટિહીન ફૂટબોલ ખેલાડીઓ (Etv Bharat Gujarat)

અંશતઃ દ્રષ્ટિહીન કેટેગરીમાં ભારતને મેડલ મળે તેવી આશા:
હાલમાં જ યોજાયેલ પેરાઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, પેરા એથ્લિટસે ઓલિમ્પિક ખેલાડીઓ કરતાં પણ વધુ ઘણું સારું પ્રદર્શન કરી સૌથી મેડલ જીત્યા છે. આ ઉદેશ્ય સાથે ગુજરાતમાં આ સ્પર્ધાના માધ્યમથી આગામી સમયમાં જે આંતરરાષ્ટ્રિય સ્તરે જે સ્પર્ધા યોજાશે તેમાં અહીંથી જીતીને આગળ વધેલા ભારતના ખેલાડીઓની ટીમ તૈયાર થાય અને ઉત્કૃષ્ટ દેખાવ કરે અને આગામી 5 વર્ષમાં અંશતઃ દ્રષ્ટિહીન કેટેગરીમાં ફૂટબોલની રમતમાં ભારત તરફથી મેડલ લાવવામાં આવે.

અંશતઃ દ્રષ્ટિહીન ફૂટબોલ ખેલાડીઓ (Etv Bharat Gujarat)

આ આયોજન થકી આગળ વધવાની તક:
અરુણાચલ પ્રદેશના ખેલાડી સાગર લેચાએ જણાવ્યું હતું કે, 'દેશની પ્રથમ નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ ફોર પાર્શીયલી સાઈટેડમાં ભાગ લેવા આવ્યા છીએ. અમારા જેવા ખેલાડીઓ માટે આ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કે અમે લોકોના સંપૂર્ણ રીતે જોઈએ શકતા હોય તેવા લોકોમાં કે ના સંપૂર્ણ રીતે ના જોઈ શકતા હોય તેવા લોકોમાં આવતા અમે અંશતઃ જોઈએ શકીએ છીએ. આથી અમારા માટે આવા આયોજનો નથી હોતા. આ આયોજન અમારા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, આ સ્પર્ધાના કારણે અમને ઓળખ મળશે અને એમને વિવિધ ક્વોટામાં પણ જોબ કે સ્પોર્ટ્સ ક્વોટામાં આગળ વધવા તક મળશે. અંશતઃ દ્રષ્ટિહીન હોવાના કારણે ના પૂર્ણ રીતે બ્લાઈન્ડ કેટેગરી કે ના સામાન્ય કેટેગરીમાં અમારો સમાવેશ થતો જેના કારણે અમે આગળ નતા વધી શકતા. પરંતુ આ સ્પર્ધામાં ભાગ લીધા બાદ લાગી રહ્યું છે કે આગળ જતાં ભવિષ્યમાં લાભ થશે.'

અંશતઃ દ્રષ્ટિહીન ફૂટબોલ ખેલાડીઓ (Etv Bharat Gujarat)

'અમે પણ સમાન્ય જ છીએ તેવું અનુભવીએ છીએ':
તેલંગાણા ટીમના ખેલાડી અજયકુમારે જણાવ્યું હતું કે, 'અહીઁ આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત આવી રીતે રમવાની તક મળી છે જેના માટે અમારી પૂર્ણ ટીમ ખુશ છે અહીં અમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને આગામી સમયમાં પણ જો આવા આયોજનો થશે તો અમે ચોક્કસથી ભાગ લેશું.અમે ક્યારે પણ એવું અનુભવ નથી કરતા કે અમે સામાન્ય નથી અમે પણ સામાન્ય છીએ તેવી જ રીતે અમે રહી છીએ.'

  1. વધુ આગળ વાંચો:
    આ ગુજ્જુ ખેલાડીઓએ મેદાનમાં મચાવી ધૂમ, પાછળની તરફ ડાઈવ મારી પકડ્યા શાનદાર કેચ, વિડીયો થયો વાયરલ…
  2. 13 વર્ષના ભારતીય ક્રિકેટરે ઓસ્ટ્રેલિયાને પરસેવો પાડ્યો, 58 બોલમાં તોફાની સદી ફટકારી - Vaibhav Suryavanshi Century
Last Updated : Oct 20, 2024, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details