ગુજરાત

gujarat

ETV Bharat / sports

'થ્રી લાયન્સ' ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ...ક્રિકેટના ઈતિહાસમાં એક નવો 'માઈલસ્ટોન' - ENGLAND CRICKET TEAM

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

Most Runs in Test Cricket History
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (AP Photo)

By ETV Bharat Sports Team

Published : Dec 7, 2024, 4:49 PM IST

Updated : Dec 7, 2024, 4:57 PM IST

વેલિંગ્ટન Most Runs in Test Cricket History : હાલમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 3 મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. બેન સ્ટોક્સની કપ્તાનીમાં ટીમે પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડે ટેસ્ટમાં 5 લાખ રન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આવી સિદ્ધિ મેળવનારી તે વિશ્વની પ્રથમ ટીમ બની છે. ઈંગ્લેન્ડે શનિવારે 7 ડિસેમ્બરે બીજા દાવમાં આ કર્યું હતું.

1082 ટેસ્ટ મેચમાં વર્લ્ડ રેકોર્ડ :ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 5 લાખ રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. તેણે 1082 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ હવે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડ બાદ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 428794 રન બનાવ્યા છે. ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 278700 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડના નામે સૌથી વધુ સદીનો રેકોર્ડ : ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પણ ઈંગ્લેન્ડના નામે છે. આ ટીમના બેટ્સમેનોએ અત્યાર સુધી 929 ટેસ્ટ સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા પણ આ મામલે બીજા સ્થાને છે, જેના બેટ્સમેનોએ અત્યાર સુધી 892 ટેસ્ટ સદી ફટકારી છે. અત્યાર સુધી ભારતીય બેટ્સમેનોએ 552 ટેસ્ટ સદી ફટકારી છે.

સિરીઝ જીતવાના માર્ગે ઈંગ્લેન્ડ :વેલિંગ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 280 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ 125 રનમાં આઉટ થઈ ગઈ હતી અને 155 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 76 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 378 રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતના અંત સુધીમાં તેમની કુલ લીડ 533 રનની થઈ ગઈ હતી. આ ઇનિંગમાં ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી છે. બેન ડકેટે 92, જેકબ બેથેલે 96 અને હેરી બ્રુકે 55 રન બનાવ્યા હતા. જો રૂટે 73 રન બનાવ્યા જ્યારે બેન સ્ટોક્સ 35 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.

આ પણ વાંચો :

  1. એડિલેડથી વેલિંગ્ટન… 3217 કિમીના અંતરે 12 મિનિટમાં બે મેચમાં બન્યો એકસરખો સંયોગ, જાણો કેવી રીતે?
  2. IND VS AUS 2nd Test: ભારત સામેની 'ડે-નાઈટ' ટેસ્ટમાં કાંગારૂ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા, કેમ?
Last Updated : Dec 7, 2024, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details