રાજસ્થાન: ખો-ખો એ દક્ષિણ એશિયાની પરંપરાગત રમત છે, જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં અત્યંત પ્રચલિત જૂની રમતમાંની એક છે. આ વર્ષે ભારતમાં પ્રથમ વખત ખો ખો વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. જે નવી દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટમાં વિશ્વના અનેક દેશો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં રમાવાની છે. એવામાં રાજસ્થાન વિધાનસભાની સામે ખો ખો વર્લ્ડ કપને પ્રમોટ કરવા માટે ટ્રેડિશનલ રાજસ્થાની કપડાઓ પહેરીને ખેલાડીઓ ખો-ખો રમ્યા હતા.
વિધાનસભાની સામે ખો-ખો રમાઈ:
રાજસ્થાન વિધાનસભાના ચેરમેન ડો.સૈયદ અસગર અલીએ જયપુર ખો - ખો સેક્રેટરી કૈલાશ મહાવર, રાજસ્થાન ખો-ખો લીગ (RKK)ના સીઇઓ સૈયદ ઉમર અલી અને રાજસ્થાન ખો-ખો ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી અશોક કુમાર સાથે મળીને ખો-ખો વર્લ્ડ કપ 2025ને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાન વિધાનસભાની સામે ખો-ખોની મેચ રમાડી હતી.
ટ્રેડિશનલ રાજસ્થાની કપડાંમાં ખેલાડીઓ ખો-ખો રમ્યા:
ખો -ખો ચેમ્પિયન અને ખો - ખો રાજસ્થાને સાથે મળીને તેમના ઓફિશિયલ ઇન્ટરગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં મહિલા ખેલાડીઓ ટ્રેડિશનલ રાજસ્થાની ડ્રેસ પહેરીને રાજસ્થાન વિધાનસભાની સામે ખો-ખો રમી રહ્યા છે.
પુરુષોમાં સુધીર પરબ ભારતના પહેલા ખો ખો ખેલાડી છે જેમણે ખો-ખોની રમતમાં પહેલો અર્જૂન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. અને ખુશીના વાત તો એ છે છે કે તેઓ મૂળ ગુજરાતના વડોદરાના છે. અને અચલા દેવળેએ 1971માં મહિલા ખો -ખો ખેલાડી તરીકે અર્જુન એવોર્ડ પ્રાપ્ત પ્રથમ મહિલા છે. અને મહિલાઓમાં બીજા નંબર પર ભાવના પરીખ કે જેઓ પણ મૂળ વડોદરાન છે, તેમણે પણ ખો -ખો માં આ મૂલ્યવાન અર્જુન એવોર્ડ પર્પત કર્યો છે.
ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા દર વર્ષે ખોખોની રમતમાં ઉચ્ચ સિદ્ધિ દાખવનાર ખેલાડીને એકલવ્ય ઍવૉર્ડ અર્પણ કરે છે. વડોદરાના સુધીર પરબે 1965 તથા 1968માં તથા પ્રકાશ શેઠે 1972માં આ ઍવૉર્ડ જીત્યા હતા.
આ પણ વાંચો:
- મેરી કોમ અને દંગલ જેવી મહિલા એથલીટના જીવન પર આધારિત અન્ય બ્લોકબાસ્ટર ફિલ્મો વિષે જાણો…
- મનુ ભાકર અને વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને મળશે 'ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ', જાણો સંપૂર્ણ યાદી