ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતના પ્રવાસ દરમિયાન આ ક્રિકેટરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા… - India vs Bangladesh - INDIA VS BANGLADESH

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શાકિબ દક્ષિણ આફ્રિકા સામે મીરપુરમાં રમાનારી ટેસ્ટ મેચ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. વાંચો વધુ આગળ… Shakib Al Hasan Retirement from Cricket

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો ((ANI PHOTO))

By ETV Bharat Sports Team

Published : Sep 26, 2024, 4:14 PM IST

નવી દિલ્હીઃભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સીરીઝ દરમિયાન શાકિબ અલ હસને મોટી જાહેરાત કરી છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે બધાને ચોંકાવી દીધા છે અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આવતા મહિને આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં તે છેલ્લી વખત ભાગ લેશે.

જો તેને આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તક નહીં મળે તો કાનપુરમાં ભારત સામે રમાનારી ટેસ્ટ મેચ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાકિબે કહ્યું, 'હું દક્ષિણ આફ્રિકા સામે મીરપુરમાં મારી છેલ્લી ટેસ્ટ મેચ રમવા માંગુ છું અને જો નહીં તો તે મારી છેલ્લી ટેસ્ટ મેચ હશે. તેણે કહ્યું, બાંગ્લાદેશ ક્રિકેટે મને ઘણું આપ્યું છે અને હું આ ફોર્મેટમાં મારી છેલ્લી ટેસ્ટ મારા હોમ ગ્રાઉન્ડ પર રમવા માંગુ છું.

શાકિબ હસન બાંગ્લાદેશ તરફથી રમનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર છે. તેની ઉંમર 37 વર્ષ 6 મહિનાથી વધુ છે. તેણે તાજેતરમાં બાંગ્લાદેશના રફીકનો રેકોર્ડ તોડ્યો હતો જે તેના દેશ માટે રમનાર સૌથી મોટી ઉંમરનો ક્રિકેટર હતો. શાકિબ પહેલા જ T20 ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.

શાકિબના ટેસ્ટના આંકડાની વાત કરીએ તો તેણે પોતાના દેશ માટે 70 ટેસ્ટની 108 ઇનિંગ્સમાં 4600 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 5 સદી અને 31 અડધી સદી છે. એટલું જ નહીં તેણે બેવડી સદી પણ ફટકારી છે. આ સિવાય તેણે 230થી વધુ વિકેટ પણ લીધી છે.

આ પણ વાંચો:

  1. BCCI અને Byju's ના વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કંપનીને મળી રાહત... - BCCI vs BYJUS Case
  2. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ IPLમાં પ્રવેશ્યા, મેગા ઓક્શન પહેલા આ ટીમ સાથે જોડાયા... - RAJASTHAN ROYALS IPL 2025

ABOUT THE AUTHOR

...view details