વાપી:15મી ઓગષ્ટે દેશભરમાં 78 માં સ્વાતંત્રતા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. એવામાં વાપીના 64 વર્ષીય કાંતિભાઈ પટેલએ આફ્રિકાના સૌથી ઊંચા અને અતિ કઠીન ગણાતા કિલીમાંજારો શિખર સર કરી 15મી ઓગષ્ટના દિવસે તિરંગો ફરકાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. અને 64 વર્ષે આ શિખર સર કરનાર સૌ પ્રથમ સિનિયર સિટીઝન હોવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે.
64 વર્ષીય કાંતિભાઇ પટેલ કે જેઓ વાપીના સલવાવના છે અને હાલ ચલા ગામમાં રહે છે, તેમણે આફ્રિકાના સૌથી ઊંચો "કિલીમંજારો" પર્વત સુધી પહોંચી ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવી રેકોર્ડ સર્જ્યો હતો. કાંતિભાઈ ભારતના ચોથા વૃદ્ધ વ્યક્તિ બન્યા જેમણે કિલીમાંજરો સર કર્યું છે.
કાંતિભાઈની પત્નીનું વર્ષ 2014માં લીવર કેન્સરની બીમારીથી અવસાન થયું હતુ. જેના કારણે તેઓ બે વર્ષ સુધી સતત ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા અને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ધીરે ધીરે જીવનમાં તેમણે પરત ફરવાનો મક્કમ નિર્ણય અને આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત 'કિલીમંજારો' પર ટ્રેકિંગ કર્યું હતું.
કિલિમાન્જારો સૌથી કઠિન પર્વત:
મહત્વની વાત એ છે કે, દુનિયાનું સૌથી શિખર મનાતું આફ્રિકાનું સૌથી ઊંચા પર્વત માઉન્ટ 'કિલિમાન્જારો' જે સમુદ્રથી 19,341 ફૂટ ઉપર આવેલું છે. આટલી ઊંચાઈએ વાપીના એક વયો વૃદ્ધ 64 વર્ષિય કાંતિ ભાઈ પટેલે સફળતાપૂર્વક આ કીલીમાંન્જારો શિખર સર કર્યું છે. ગત 15મી ઓગસ્ટે તેઓએ આ શિખર સર કરી અને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. આ પર્વતની ટોચ સુધી પહોંચતા 72 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે. જેના માટે છ દિવસ લાગે છે. જે અત્યંત દુર્ગમ પરિસ્થિતિઓમાં પસાર કરવું પડે છે. જેમાં અંતિમ છ કિલોમીટરની ચઢાઈ અતિ મુશ્કેલ હોય છે.
યુવાનોને પણ કીલીમંજારોના શિખર સુધી પહોંચતા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ, વાપીના કાંતિભાઈ વૃદ્ધાવસ્થામાં પણ આ શિખર સર કરી અને તિરંગો લહેરાવી યુવાનોને હિંમતભર્યો સંદેશ આપ્યો છે. કાંતિભાઈ અગાઉ નોકરી કરતા હતા. દસ વર્ષ અગાઉ તેમના પત્નીના અવસાન બાદ તેમના બે પુત્રો લગ્ન કરી અને વાપી બહાર સ્થાયી થયા છે. આથી તેઓ વાપીમાં એકલવાયું જીવન જીવતા હતા.
જીવનમાં કઈંક મેળવવાની ધગશ જાગી:
તે પછી જીવનમાંથી એકલતા દૂર કરવા સાયક્લિંગ, રનીંગ અને ટ્રેકિંગ જેવા મુશ્કેલ પડકારોની આદત પાડી દીધી હતી, અત્યાર સુધી તેઓ સાયકલિંગમાં રનીંગમાં અને ક્લાઈમ્બિંગમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. ત્યારબાદ દુનિયાના સૌથી ઊંચા શિખર માંનો એક કીલીમાંન્જારો શિખર સર કરી તેના પર તિરંગો લહેરાવી ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
કાંતિભાઈ 64 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી ઊંચા શ્રેણીની પર્વતમાં આવતા માઉન્ટ કિલીમાન્જારો પર્વત આરોહણ કરી ઊંચી સિદ્ધિ મેળવી ભારત પરત ફર્યા હતા. પૂર્વ આફ્રિકામાં તાંઝાનિયામાં સૌથી ઊંચું શિખર 'કિલીમાંજરો' પર્વત છે. આ વિશ્વનો સૌથી ઊંચો ફ્રી સ્ટેન્ડિંગ પર્વત છે. આ પર્વત જ્વાળામુખી પર્વત છે. એટલે કે જ્વાળામુખી ફાટ્યા બાદ ઠંડી પડતાં નિર્માણ થયેલ પર્વત છે. જેથી આ પર્વત સર કરવો ખુબ જ કંઠીન હોય છે.
- 'યુરોપમાં કબડ્ડી રજૂ કરીને મને ગર્વ થાય છે' PM મોદીએ પોલેન્ડમાં કબડ્ડી ફેડરેશનના પ્રમુખ સાથે કરી મુલાકાત… - Pm Modi On Kabaddi In Poland