હૈદરાબાદ:ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે સાચું જ કહેવાય છે કે, તે રેકોર્ડની પાછળ નથી દોડતો, પરંતુ રેકોર્ડ તેની પાછળ દોડે છે. જો કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ફૂટબોલના મેદાન પર રેકોર્ડ બનાવવાની ટેવ છે, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર પણ રેકોર્ડ બનાવી રહ્યો છે.
પોર્ટુગલના સ્ટ્રાઈકર રોનાલ્ડોએ 21 ઓગસ્ટના રોજ તેની યુટ્યુબ ચેનલ 'યોર ક્રિસ્ટિયાનો' લોન્ચ કરી અને 90 મિનિટની અંદર તે 1 મિલિયન સબસ્ક્રાઈબર સુધી પહોંચનારી સૌથી ઝડપી યુટ્યુબ ચેનલ બની ગઈ. પરંતુ તે ત્યાં સમાપ્ત થયું નથી કારણ કે, માત્ર બે દિવસમાં આ સંખ્યા 30 મિલિયનને વટી ગઈ છે અને સમય પસાર થતાંની સાથે તેમાં હજી વધારો થવાની શક્યતા છે.
રોનાલ્ડોએ તેની યુટ્યુબ ચેનલ પર અત્યાર સુધીમાં માત્ર 19 વીડિયો અપલોડ કર્યા છે અને દરેક વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. એક વીડિયો, જેમાં રોનાલ્ડો અને તેની પત્ની જ્યોર્જીના પોતાના અને તેમના સંબંધો વિશે વાત કરે છે, તે વિડીયોણે લગભગ 10 મિલિયન લોકોએ નિહાળ્યો છે.
ક્રિસ્ટિયાનોની યુટ્યુબ ચેનલે પણ 90 મિનિટથી ઓછા સમયમાં 10 લાખ ફોલોઅર્સ મેળવીને રેકોર્ડ બનાવ્યો અને તેને યુટ્યુબ તરફથી ગોલ્ડન બટન પણ મળ્યું. હવે તેઓ ડાયમંડ બટન માટે પણ હકદાર બનવા જય રહ્યો છે કારણ કે, આ બટન યુટ્યુબર્સને ત્યારે આપવામાં આવે છે જ્યારે તેઓ 10 મિલિયન સબ્સ્ક્રાઇબર સુધી પહોંચે છે. આ એક એવી સિદ્ધિ છે જેને હાંસલ કરવામાં લોકોને વર્ષો લાગે છે, પરંતુ 39 વર્ષીય રોનાલ્ડોએ તેને માત્ર 10 કલાકમાં હાંસલ કરી લીધું છે.
નોંધનીય છે કે, સૌથી ઓછા સમયમાં 10 મિલિયન સબસ્ક્રાઇબર સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ મિસ્ટર બિસ્ટ છે અને ત્યારબાદ હવે ક્રિસ્ટિયાનોની યુટ્યુબ ચેનલ બીજા નંબરે આવી ગઈ છે. હાલમાં મિસ્ટર બેસ્ટના યુટ્યુબ પર 311 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. જો આ સંખ્યા સતત વધતી રહેશે, તો રોનાલ્ડોની YouTube ચેનલ ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી ચેનલ બની શકે છે.
સોશિયલ મીડિયા પર રોનાલ્ડોના લગભગ એક અબજ ફોલોઅર્સ:
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના હાલમાં યુટ્યુબ પર 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, રોનાલ્ડોના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર 112.6 મિલિયન ફોલોઅર્સ, ફેસબુક પર 170 મિલિયન ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 636 મિલિયન ફોલોઅર્સ છે. આનાથી સોશિયલ મીડિયા પર રોનાલ્ડોના ફોલોઅર્સની કુલ સંખ્યા 948 મિલિયન થઈ ગઈ છે અને તે 1 બિલિયન સુધી પહોંચવા જઈ રહી છે, જે કોઈપણ ખેલાડી માટે અવિશ્વસનીય છે.
સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓ:
રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ ખેલાડી હાલમાં સાઉદી અરેબિયન ક્લબ અલ નસર માટે રમે છે. અને બે દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કરે છે. રોનાલ્ડો વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સમાંથી એક છે. તે 1 બિલિયન ડોલરથી વધુ કમાનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી પણ છે. અમેરિકન મેગેઝિન ફોર્બ્સ અનુસાર, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સંપત્તિ 260 મિલિયન ડોલરથી વધુ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાની અલ-નાસર ફૂટબોલ ક્લબમાંથી 200 મિલિયન ડોલરનો વાર્ષિક પગાર મેળવે છે, જ્યારે તેની ઑફ-ફિલ્ડ કમાણી 60 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે.
- આ છે દુનિયાની સૌથી લોકપ્રિય રમતો, જાણો કયા નંબર પર છે ક્રિકેટ અને હોકી? - Most Popular sports in world
- ઓલિમ્પિક ચેમ્પિયન અમન સેહરાવત મળ્યા જેઠાલાલને, ગિફ્ટમાં આપ્યા જલેબી-ફાફડા, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ… - Aman Sehrawat met Jethalal