સુરત:ઓસ્ટ્રિયાના કેફેનબર્ગમાં 22 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી 15મી વર્લ્ડ આઇસસ્ટોક ચેમ્પિયનશિપ 2025માં ગુજરાતના સાત પ્રતિભાશાળી ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાતી ખેલાડીઓ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે (ETV Bharat Gujarat) આઇસસ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, 'ગુજરાત અને ભારત માટે આ એક ગર્વની ક્ષણ છે. રમતવીરો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવાની તૈયારી કરે છે. તેમની પસંદગી તેમના સમર્પણ, સખત મહેનત અને ભારતમાં આઈસસ્ટોક રમતોની વધતી જતી માન્યતાને પ્રકાશિત કરે છે.'
ગુજરાતી ખેલાડીઓ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે (ETV Bharat Gujarat) શું હોય છે આઇસ સ્ટોક:
આઇસ સ્ટોક ખૂબ જ લોકપ્રિય રમત છે, અને તે કર્લિંગ જેવી જ છે. આઇસ સ્ટોક ખેલાડીઓ બરફની સપાટી પર સ્ટોક (પથ્થર) ને સ્લાઇડ કરે છે, જેનો હેતુ નિર્ધારિત લક્ષ્ય (જેને ડબલ પણ કહેવાય છે) ની શક્ય તેટલી નજીક જવાનો છે.આઇસ સ્ટોક ટીમો એકબીજા સામે સ્પર્ધા કરી રહી છે, જેનો ધ્યેય શક્ય તેટલા વધુ પોઈન્ટ મેળવવાનો છે. રમતનો પ્રારંભ તબક્કો ક્વાર્ટર-ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ સાથે હોય છે.
આઇસ સ્ટોક કોઈપણ હવામાનમાં રમી શકાય છે. આ રમત 20 થી 160 મહેમાનોના જૂથો માટે આદર્શ છે. આઇસ સ્ટોક રમવામાં સરળ, સ્પર્ધાત્મક અને ટીમ કોમ્યુનિકેશન અને વ્યૂહરચનાને સપોર્ટ કરે છે.
ગુજરાતી ખેલાડીઓ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે (ETV Bharat Gujarat) આ ખેલાડીઓ જશે ઓસ્ટ્રેલીયા:
આઇસસ્ટોક સ્પોર્ટ્સ માટે ગુજરાત તરફથી પ્રિયદર્શીરાજ તિવારી, હોઝી કૂકડિયા, મેતવી ઘલોડિયા, વિકાસ વર્મા, નિલમ મિશ્રા, પરવિંદર સિંઘ, ઇવા પટેલ સંદગી પામ્યા છે. આ ખેલાડીઓની સફર 2021માં ગુલમર્ગમાં -10 ડીગ્રી તાપમામાં તાલીમ અને અનેક પડકારોનો સામનો કરીને શરૂ થઇ હતી. તેઓ ખેલો ઈન્ડિયામાં પણ બહુવિધ મેડલ જીત્યા હતા. બે ખેલાડીઓ વિકાસ વર્મા અને કૃતિ વસાવા વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે પસંદગી પામ્યા અને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. વર્ષ 2025માં ગુજરાતના સૌથી વધુ ખેલાડીઓ આઈસસ્ટોક વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયા છે.
આ પણ વાંચો:
- રોહિતે આ શું કર્યું! ભારત - બાંગ્લાદેશ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ બાપુને માંગી માફી
- Exclusive: જમ્મુની પહેલી ખો - ખો ખેલાડી, પહાડોથી લઈને વર્લ્ડ કપ જીતવા સુધીની તેમની સંઘર્ષમય સફર