સુરત: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ભાજપ દ્વારા શનિવારની મોડી રાત્રે ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી હતી. ગુજરાત લોકસભા બેઠકો પર સૌની નજર ભરૂચ લોકસભા સીટ પર છે. જ્યાં AAP અને કોંગ્રેસે ગઠબંધન કરી આદિવાસી સમાજના યુવા નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે. જેને લઇને ભાજપે પણ આ બેઠક પર કબજો જમાવી રાખવા માટે ફરી પીઢ અને અનુભવી નેતા મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. ત્યારે મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે.
Loksabha 2024: 'મહેશ ના સમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે': છોટુ વસાવા - undefined
BTS અધ્ય મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે તેમના પિતા અને આદિવાસી નેતા છોટું વસાવાએ નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. છોટું વસાવાએ કહ્યું કે તેનો પુત્ર મહેશ વસાવા ના સમજ છે અને અને તેને ભ્રમિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે ભાજપ અને કોંગ્રેસ પક્ષની ટીકા પણ કરી હતી.
Published : Mar 3, 2024, 5:05 PM IST
|Updated : Mar 3, 2024, 5:14 PM IST
BTS અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ તેવી શક્યતા: ચૂંટણી મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ BTS અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતા. આ મુલાકાતના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.આગામી દિવસો માં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલ આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું.
મહેશ નાસમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે,હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય, અમે RSSના વિરોધી છીએ,પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું,લાલચ હશે, અને સમાજ ગમતો ન હોય એ બીજી પાર્ટીમાં જાય. RSS,ભાજપ,કોંગ્રેસ બધા એ ભેગા મળી સમસ્યાઓ ઊભી કરી છે,અમે નવી પાર્ટી બનાવીશું,નવું સંગઠન બનાવીશું.- છોટુ વસાવા,-મહેશ વસાવાના પિતા