ગુજરાત

gujarat

ETV Bharat / politics

આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ, 8360 ઉમેદવારોના ભાવિનો ફેંસલો - lok sabha election results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024

18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ હતી, આજે મંગળવારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. તમામ તબક્કાઓ સહિત અંદાજિત 66 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો. lok sabha election results 2024

આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ
આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ (Etv Bharat (Graphics))

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 7:17 AM IST

Updated : Jun 4, 2024, 10:44 AM IST

હૈદરાબાદ:લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે મંગળવારે 4 જૂને જાહેર થઈ રહ્યાં છે. આ વખતે સમગ્ર દેશની નજર ચૂંટણી પરિણામો પર ટકેલી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. દર વખતની જેમ આ વખતે પણ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. આ પછી ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. લોકસભાની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.

આ વખતે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં કુલ 543 લોકસભા બેઠકોમાંથી 542 પર ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા બાદ અહીં મતદાન થયું ન હતું. ચૂંટણી પંચનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારોએ ભાગ લીધો હતો, જે એક વિશ્વ રેકોર્ડ છે. CEC રાજીવ કુમારે સોમવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ચાર દાયકામાં સૌથી વધુ 58.58 ટકા મતદાન થયું છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં કોઈ હિંસા થઈ નથી.

એક્ઝિટ પોલમાં મોદી સરકારની હેટ્રિક: પરિણામો અંગેની આગાહીઓની વાત કરીએ તો મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીએને 350થી વધુ બેઠકો સાથે મોદી સરકારની પ્રચંડ જીતની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે 73 વર્ષીય પીએમ મોદીની આગેવાની હેઠળના સત્તારૂઢ NDA ગઠબંધનને 2019 કરતા આ વખતે વધુ બેઠકો મળશે. જો કે, ભાજપ માટે 370 બેઠકો અને એનડીએ માટે 400 થી વધુ બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવાની આશા ઓછી જણાઈ રહી છે. જો એક્ઝિટ પોલના અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો ભાજપ આ વખતે હિન્દીભાષી રાજ્યોની સાથે દક્ષિણ ભારતમાં સારું પ્રદર્શન કરી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ તૃણમૂલ કોંગ્રેસને પણ પાછળ છોડી દે તેવી ધારણા છે. આ સિવાય ઓડિશામાં ભાજપ આ વખતે સીએમ નવીન પટનાયકના બીજુ જનતા દળને સત્તા પરથી હટાવી શકે છે.

ચૂંટણી 2019 પરિણામો

લોકસભા ચૂંટણી 2019માં પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપી સતત બીજી વખત જંગી બહુમતી સાથે સત્તામાં આવી. ભાજપને 303 અને કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. DMK અને TMC 24, YSRCP 22, શિવસેના 18, JDU 16, BJD 12, BSP 10, TRS (હવે BRS) 10, LJP 6, SP અને NCP દરેક 5 અને અન્ય 39 બેઠકો આવી હતી.

Last Updated : Jun 4, 2024, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details