નવસારીઃનવસાી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરતના ગાંધીવાદી પરિવારમાંથી આવતા નૈષધ દેસાઇને જાહેર કર્યા છે. તેઓ ગાંધીજીના મૂલ્યોને આવનારી પેઢી પણ અનુસરે તે માટે ગાંધીજીના પહેરવેશ ધારણ કરેલ છે. નવસારી શહેરના જૂનાથાણા ખાતે શ્રી ઇન્દિરા ગાંધીની પ્રતિમા અને સ્વામી વિવેકાનદ પ્રતિમાને ફૂલહાર સાથે સૂતરની આંટી અર્પણ કરી નામાંકાન રજૂ કરવા પગપાળા નીકળયા હતા.
નવસારી લોકસભા બેઠર પર કોંગ્રેસના નૈષધ દેસાઈ ઉમેદવારી નોંધાવી, પાટીલ સામે મુકાબલો - lok sabha election 2024
લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે જેને લઈને ઉમેદવારી ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્યારે છેલ્લાં દિવસે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇએ ઉમેદવારી નોધાવી છે. congress leader Naishadh desai filed nomination from Navsari lok sabha seat
Published : Apr 19, 2024, 10:15 PM IST
આ સાથે કોંગ્રેસ આગ્રણીઓ અને કાર્યકરો તથા જનમેદની મોટી સંખ્યામાં જોડાયા હતા. નવસારી કલેક્ટર કચેરી ખાતે વિજયમૂર્હતમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દેસાઇએ જણાવ્યું કે, સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવા સંવિધાનની સુરક્ષા કરવા અને નવી પેઢીને મહાત્મા ગાંધીનો પ્રચાર પ્રસાર કરવા માટે તેઓએ બાપુની વિચાર સરણીને આધારે તેઓએ વેશ ધારણ કર્યો છે.સત્તાના આતંક સામે યુવા પેઢીને આંદોલન કરવા માટે સત્યાગ્રહ કરે તે માટે અપીલ પણ કરી હતી.
નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે અમે દેશમાં લોકશાહી અને બંધારણને જીવંત રાખવા સાથે આ સરકારે આર્થિક આઝાદી છીનવી લીધી છે તે જ માટેની અમારી લડાઈ છે ગાંધીજીએ પ્રસ્થાપિત કરેલી સ્વતંત્રતા અને આર્થિક સમાનતા મેળવવા માટે અને એનું રક્ષણ કરવા માટે મેં આ ઉમેદવારી નોંધાવી છે.