ગાંધીનગર: ગુજરાતના 11 સહિત કોંગ્રેસના 57 લોકસભા ઉમેદવારની કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી છે. ગુજરાતની હાઈપ્રોફાઈલ સીટની વાત કરીએ તો, ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. આ ઉપંરાત દિગ્ગજ નેતાઓમાં છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને ટિકિટ આપી છે જ્યારે આણંદથી અમિત ચાવડાને લોકસભાની ટિકિટ આપી છે.
કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
ગુજરાતના 11 સહિત કોંગ્રેસના 57 લોકસભા ઉમેદવારની કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી છે. ગાંધીનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. આ ઉપંરાત દિગ્ગજ નેતાઓમાં છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને ટિકિટ આપી છે જ્યારે આણંદથી અમિત ચાવડાને લોકસભાની ટિકિટ આપી છે.
કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર
Published : Mar 21, 2024, 10:08 PM IST
કોંગ્રેસે 11 બેઠકો માટે ઉમેદવારોના નામ કર્યા જાહેર
- પાટણથી ચંદનજી ઠાકોર
- સાબરકાંઠાથી ડો.તુષાર ચૌધરી
- ગાંધીનગરથી સોનલ પટેલ
- જામનગરથી જેપી મારવીયા
- અમરેલીથી જેનીબેન ઠુંમર
- આણંદથી અમિત ચાવડા
- ખેડાથી કાળુસિંહ ડાભી
- પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ
- દાહોદથી પ્રભાબેન તાવિયાડ
- છોટાઉદેપુર સુખરામ રાઠવા
- સુરતથી નિલેશ કુંભાણી