નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ અને જેલમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કેજરીવાલે દિલ્હીના મહરૌલી વિસ્તારમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ તેમની સાથે જોડાયા હતાં. મહત્વપૂર્ણ છે કે, કેજરીવાલે દક્ષિણ દિલ્હી લોકસભા સીટના ઉમેદવાર સહીરામ પહેલવાનના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન તેમના માટે પ્રાર્થના કરનારા કરોડો લોકોનો આભાર માન્યો હતો. સીએમ કેજરીવાલે ખાસ કરીને મહિલાઓનો આભાર માન્યો અને કહ્યું કે આ તેમના આશીર્વાદનું પરિણામ છે કે ગઈકાલે એક ચમત્કાર થયો અને આજે હું તમારી વચ્ચે છું.
સીએમ કેજરીવાલનું કહ્યું હતું કે, તેમને જેલમાંથી બહાર આવ્યાને 20 કલાક થઈ ગયા છે. તેણે ઘણા લોકો સાથે ફોન પર વાત કરી છે. બધા કહી રહ્યા છે કે ભાજપને બહુમતી નથી મળી રહી. હરિયાણા, રાજસ્થાન, કર્ણાટકમાં તેમની બેઠકો ઘટી રહી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, યુપીમાં તેમનો સફાયો થઈ જશે. 4 જૂને મોદી સરકાર નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનની સરકાર 4 જૂને રચાશે અને આમ આદમી પાર્ટી તે સરકારનો ભાગ હશે.
રોડ શોમાં કેજરીવાલે કહ્યું કે જ્યારે તેઓએ (ED) મારી ધરપકડ કરી ત્યારે હું વિચારતો હતો કે મારો શું વાંક હતો? મારી પાસે નાની પાર્ટી છે. મારી ભૂલ એ છે કે મેં દિલ્હીના લોકો માટે સારી શાળાઓ અને હોસ્પિટલો બનાવી. કેજરીવાલે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ તિહાર જેલમાં ગયા ત્યારે તેમણે ઈન્સ્યુલિન બંધ કરી દીધું હતું.
- દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવીશું, PM આમ આદમી પાર્ટીને ખતમ કરવા માગે છે: કેજરીવાલ - Kejriwal On PM Modi
- 'કોંગ્રેસ 50 બેઠક સુધી સીમિત રહેશે, વિરોધ પક્ષનો પણ દરજ્જો નહીં મળે' - ઓડિશામાં PM મોદીએ કોંગ્રેસનું ભાવિ ભાખ્યું - Lok Sabha Election 2024