કચ્છ: કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ 16મી એપ્રિલના રોજ પોતાનું નામાંકન રજૂ કરશે, જેમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.ફોર્મ ભરવાના સમય પહેલાં જિલ્લા મથક ભુજ ખાતે લેવા પટેલ હોસ્પિટલ સામેના મેદાનમાં જાહેરસભા યોજાશે, ત્યાર બાદ રોડ શો યોજીને ફોર્મ ભરવામાં આવશે.
આજથી લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થતાં જ ચૂંટણીનો માહોલ જામી જશે. જેમાં વિવિધ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી રજૂ કરશે.ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તેઓ 16મી એપ્રિલના પોતાનું નામાંકન રજૂ કરશે.
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 16મી એપ્રિલે ભરશે ફોર્મ:વિનોદ ચાવડા 16મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના છે.જે દરમિયાન પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં બપોરે ભાજપના ગણાતા વિજય મુહૂર્ત એટલે કે 12.39 વાગ્યના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવશે.જોકે ફોર્મ ભરવાના સમય પહેલાં ભુજ ખાતે લેઉવા પટેલ હોસ્પિટલ સામેના મેદાનમાં સવારે 9:30 વાગ્યે જાહેર સભા યોજવામાં આવશે.
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહેશે ઉપસ્થિત: સભા બાદ શહેરમાં રોડ-શો યોજવામાં આવશે.આ રોડ-શોમાં જાણીતા કલાકારો, કચ્છી કોયલ તરીખે પ્રખ્યાત ગીતાબેન રબારી, ઉમેશ બારોટ અને પિયુષ ગઢવી પણ ઉપસ્થિત રહેશે.અને પરફોર્મન્સ આપશે. રોડ-શો બાદ તેઓ કચ્છ કલેકટર સમક્ષ ફોર્મ રજૂ કરશે. ફોર્મ રજૂ કરતા સમયે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પક્ષના પ્રદેશ કક્ષાના પ્રભારીઓ, આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા કલાકારો સાથે યોજાશે રોડ શો: ઉલ્લેખનીય છે, કે થોડાક સમય અગાઉ જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કચ્છના પ્રવાસે આવ્યા હતા. અને માધાપર ખાતે બુથ કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું. તેમાં પણ તેમણે જણાવ્યું હતું, કે તેઓ ભાજપના ઉમેદવારના નામાંકન સમયે તેઓ આવશે. અને રોડ શો યોજશે તેમજ કચ્છ અને મોરબીના 50,000 જેટલા લોકો તેમાં જોડાય તેવી વાત પણ તેમણે કરી હતી.
- ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે આજે નોંધાવી શકાશે ઉમેદવારી - Lok Sabha Election 2024
- વિસનગરમાં ભાજપનો ભરતીમેળો, ઋષિકેશ પટેલે કોંગ્રેસ અને કેજરીવાલ પર કર્યા પ્રહાર - Rushikesh Patel on Congress and AAP