અમદાવાદ: લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું છે આ મામલે સામાજિક કાર્યકર વરાક કાજીએ જણાવ્યું કે જેટલી દેશમાં સંખ્યા છે. તે પ્રમાણે તેનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તે જે વર્ગના વસ્તી જેટલા લોકો સંસદમાં હોય તો ચૂંટેલા પ્રતિનિધિ સંસદમાં પોતાનો અવાજ ઉઠાવી શકે. પોતાના મુદ્દા પર સારી રીતે વાતચીત થઈ શકે. લોકોને સમાનતાનો અહેસાસ થાય. જેમાં મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ સંસદમાં ઘટ્યું છે. જે દુખદ પણ છે. અને લોકતંત્ર માટે સારી વાત નથી.
મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો: લગભગ 100 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમાંથી 65 બેઠકો એવી છે જ્યાં લગભગ 35% મતદારો મુસ્લિમ છે. આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકોમાંથી સૌથી વધુ 14 બેઠકો ઉત્તર પ્રદેશમાં છે. પશ્ચિમ બંગાળમાં 13 લોકસભા બેઠકો પર મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે. ભાજપ પક્ષમાં કોઈ મુસ્લિમ સાંસદ નથી. પરંતુ સત્તાધારી પક્ષ ભાજપમાંથી એક પણ મુસ્લિમ સાંસદ નથી. ન તો લોકસભામાં કે ન રાજ્યસભામાં. 1980માં સૌથી વધુ 49 મુસ્લિમ સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા.
દેશમાં 1952થી લઈને 2019 સુધીના સાંસદની સંખ્યા
વર્ષ | સાંસદોની સંખ્યા |
1952 | 21 |
1957 | 24 |
1962 | 23 |
1967 | 29 |
1971 | 30 |
1977 | 34 |
1980 | 49 |
1984 | 46 |
1989 | 33 |
1991 | 28 |
1996 | 28 |
1998 | 29 |
1999 | 32 |
2004 | 36 |
2009 | 30 |
2014 | 22 |
2019 | 27 |
ભાજપ પાસે સંસદના એકેય ગૃહમાં કોઈ મુસ્લિમ મંત્રી કે સંસદસભ્ય નથી. દેશભરમાં 1,000થી વધુ સભ્યો વચ્ચે માત્ર એક ધારાસભ્ય છે. આ મામલે રાજકીય વિશ્લેષક કે. આર. પોટ્ટા વિશ્વાસ ધીમે ધીમે કેળવાય છે. ઉમેદવાર તરીકે ભાજપ એવા ઉમેદવારને પસંદ કરશે જે તેની વિચારધારાને વરેલો હોય, તેની પર વિશ્વાસ કરી શકે.
ઓળખનું રાજકારણ ધર્મ અને જાતિના આધારે ?
મુસ્લિમ સમુદાય આ દેશનો એટલો જ હિસ્સો છે. જેટલા બાકી સમુદાયના છે. અમારા મુદ્દા એ જ છે જે બાકીના સમુદાય માટે છે. જેમાં યુવાનો માટે નોકરીના વાત હોય મહિલા માટે સુરક્ષાની વાત હોય એક નાગરિક તરીકે જેટલી જરૂરિયાતો અન્ય સમાજની છે. તેટલી જ મુસ્લિમ સમાજની છે. જો કે જેમાં વિશેષ જરૂરિયાતો મુસ્લિમ સમાજની એ છે કે જાતિવાદને નામે જે લોકો પીડાય છે. લોકો એવી ઈચ્છા રાખે તે અન્ય લોકો તેમની સાથે સમાનતાભર્યો વ્યવહાર રાખે. ધર્મના નામે થતાં રાજકારણને જોઈને તેમને એવું લાગી રહ્યું છે કે તેઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે.
ભાજપના મેનિફેસ્ટોમાં હંમેશા યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની વાત કરવામાં આવી છે. જેને હિન્દુ અને મુસ્લિમ સમુદાય દ્વારા સમર્થન પણ મળ્યું છે અને વિરોધ પણ થયો છે. રાજકીય વિશ્લેષક કે. આર. પોટ્ટા જણાવી રહ્યા છે કે આ થોડું મુશ્કેલ છે. દરેક ધર્મના રિવાજો અલગ છે. માટે તેનો અમલ થવો મુશ્કેલ છે. જેમાં શરૂઆત જ જેન્ડર ઈકવાલિટીથી થવી જોઈએ.
આ મામલે સામાજિક કાર્યકર વરાક કાજીએ જણાવ્યું કે અત્યારે કલમોની વાત કરીએ તો તે દરેક સમુદાય માટે સમાન છે. તેમાં કોઈ ભેદભાવથી. પરંતુ અમુક જે મામલાઓ જેમાં સિવિલ કોર્ટ છે. સાંસ્કૃતિક છે. એની અંદર મુસ્લિમ સમુદાયના મામલાઓ અલગ હોય શકે. મુસ્લિમ સમુદાય એક માત્ર વિશેષ સમુદાય નથી. મને નથી લાગતું કે આ પ્રકારના કાયદા આવવાથી કોઈ મોટો ફરક પડશે.
પોતાના જ વિસ્તારમાં રહેવા કેમ મજબૂર છે સમુદાયો ?
ઉત્તર ભારતના આગ્રા શહેરની એક જાણીતી સ્કૂલનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં છ વર્ષ પહેલાં એક મુસ્લિમ છોકરો ચહેરા પર ઉદાસી સાથે ઘરે પાછો ફર્યો હતો. નવ વર્ષના એ છોકરાએ તેની માતાને કહ્યું હતું, “મારા કલાસમેટ મને પાકિસ્તાની આતંકવાદી કહે છે.”
સામજિક કાર્યકર વરાક કાજીએ જણાવ્યું કે જેમ જેમ ધર્મનું રાજકારણ થયું છે. કોમી તોફાનો થયા છે. અસલામતીના પ્રશ્નો ઉભા થયા છે. જેના કારણે તે અન્ય વિસ્તારમાં જવા મજબૂર થયો છે. ફક્ત હિન્દુ મુસ્લિમની વાત નથી. અમુકવાર જાતિના કારણે પણ લોકોના અલગ અલગ વિસ્તારો બન્યાં છે. લોકો સલામતીના કારણે પણ પોતાના સમુદાય સાથે રહેવા માંગે છે. સાથે સાંસ્કૃતિક મામલાઓ પણ છે. -