ગુજરાત

gujarat

ETV Bharat / politics

Gujarat assembly bypoll: ગુજરાતમાં 7મે એ 5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી, 4 જૂને પરિણામ - Gujarat assembly bypoll

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થશે. આ સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

ગુજરાતમાં 7મે એ 5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી
ગુજરાતમાં 7મે એ 5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 7:24 PM IST

Updated : Mar 16, 2024, 7:56 PM IST

ગુજરાતમાં 7મે એ 5 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી

અમદાવાદ:ચૂંટણી પંચે કુલ 7 તબક્કામાં સમગ્ર લોકસભા ચૂંટણીનું આયોજન કર્યુ છે. જેમાંથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે.

વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી:ગુજરાતમાં વિધાનસભાની જે 5 બેઠકો છે તેની પેટાચૂંટણી પણ 7મી મેના રોજ યોજાશે. આ બેઠકોમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે, કૉંગ્રેસના 17 ધારાસભ્ય પૈકી માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપેન્દ્ર ભાયાણીએ પણ રાજીનામું આપ્યું છે. તેથી 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાશે.

ભાજપનું પલડુ ભારે: ત્યારે આ બેઠકો જીતવા માટે પણ રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે. 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી.ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.

અગાઉની લોકસભા ચૂંટણી રસપ્રદઃ ગુજરાતમાં 2009માં ભાજપ અને કૉંગ્રેસ ટકરાયા હતા. જ્યારે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રી-પાંખીઓ જંગ થયો હતો. ગત વિધાનસભા ચૂંટણી 2022માં ગુજરાતમાં ત્રી-પંખીયો જંગ થતાં કૉંગ્રેસને મોટું નુકસાન થયું હતું. વિપક્ષના મતો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા ભાજપ 156 સીટ જીતવામાં સફળ થયું હતું. આ વખતની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ગઠબંધન કર્યુ છે. આપ ભાવનગર અને ભરૂચથી લડી રહી છે. તેથી ગુજરાતમાં આ વખતે ફરીથી દ્વિ પાંખીઓ જંગ જોવા મળશે.

  1. Loksabha Election 2024: ગુજરાતની 26 લોકસભા બેઠકનું મતદાન 3જા તબક્કામાં થશે, ચૂંટણી પંચે કુલ 7 તબક્કા જાહેર કર્યા
  2. Lok Sabha Election: દેશમાં 19 એપ્રિલ થી 1 જૂન સુધી લોકસભાની ચૂંટણી, 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7મે એ મતદાન, 4 જૂને પરિણામ
Last Updated : Mar 16, 2024, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details