પટનાઃબિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબીત થયો છે, બિહારમાં આજે ફરી એકવાર સત્તા પરિવર્તનના દ્રશ્યો સર્જાયા છે. આજે મુખ્યપ્રધાન નીતિશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડ્યો છે. આજે મુખ્યપ્રધાન નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપી દીધું છે. જાણવા મળતી વિગત પ્રમાણે રાજીનામું આપતા પહેલાં નીતીશ પીએમ મોદી સાથે વાત કરી હતી અને ત્યાર બાદ રાજીનામું આપ્યું હવે બિહારમાં જેડીયુ અને ભાજપની નવી સરકાર બનશે અને આજે જ નીતીશ કુમાર ફરી બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
Bihar Political Crisis: નીતીશ કુમારે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું, બિહારમાં હવે નીતીશની નવી સરકાર - નીતીશ કુમાર
બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબીત થયો છે. આજે મુખ્યપ્રધાન નીતિશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડી નાખ્યો છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતાં અને તેમનું રાજીનામું સોંપી દીધું હતું.
Published : Jan 28, 2024, 8:06 AM IST
|Updated : Jan 28, 2024, 12:33 PM IST
નીતીશ સાંજ સુધીમાં લેશે શપથ!: JDU સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર આજે જ ભાજપના સમર્થનથી ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે. સાંજે 4 કલાકે તેઓ રાજભવન ખાતે નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. એવી ચર્ચા છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, LJPR પ્રમુખ ચિરાગ પાસવાન અને અન્ય સહયોગી પક્ષોના પ્રમુખો પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.
નીતિશ કુમારની સાથે 127 ધારાસભ્યોનું સમર્થનઃ NDAમાં નીતિશ કુમારની વાપસી અને સમર્થન અંગે થોડા સમય પહેલાં ચર્ચાઓ થઈ રહી હતી અને આખરે આ ચર્ચાઓ અને અટકળોનો અંત આવ્યો છે. તેની સાથે ઈન્ડિયા ગઠબંધનને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.