હૈદરાબાદ: ઝારખંડના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. જો કે બિહારના કૉંગ્રેસના ધારાસભ્યો હૈદરાબાદ આવી રહ્યા છે. અહીં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તાજેતરમાં જ બિહારમાં જેડીયુ અને ભાજપની ગઠબંધન સરકાર બની છે. આ અંતર્ગત 12મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ યોજાશે. તે સંદર્ભે બિહાર કૉંગ્રેસના 16 ધારાસભ્યોને હૈદરાબાદ સ્થળાંતરીત (સંતાડવામાં)આવ્યા છે. આ તમામ ધારાસભ્યો રવિવારે સાંજે ખાસ વિમાન દ્વારા પટનાથી હૈદરાબાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર AICC સેક્રેટરી સંપત કુમાર, PCC જનરલ સેક્રેટરી વેણુગોપાલ અને ઈબ્રાહિમપટ્ટનમના ધારાસભ્ય મલરેડી રંગારેડીએ તેમનું સ્વાગત કર્યું હતું.
સ્થાનિક ધારાસભ્ય મલરેડ્ડી રંગારેડ્ડી કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને રહેવા માટે ઈબ્રાહિમપટ્ટનમ નજીક સિરી નેચર વેલી રિસોર્ટમાં લઈ ગયા. આ સમય દરમિયાન કૉંગ્રેસના નેતાઓએ તમામ તકેદારી રાખી હતી જેથી અન્ય કોઈ તેમને ન મળે. આ અંગે એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ઉપરથી આદેશ છે કે બિહારના ધારાસભ્યોને આ મહિનાની 12 તારીખ સુધી રિસોર્ટમાં રાખવાનો. તેમણે કહ્યું કે આ દરમિયાન જ્યાં સુધી ઘટનાક્રમમાં ફેરફાર નહિ થાય ત્યાં સુધી તેઓ 12મી તારીખની સવાર સુધી અહીં જ રહેશે. બીજી તરફ કૉંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યોને એક જ રિસોર્ટમાં રાખવાને બદલે દર 2 દિવસે તેમના રિસોર્ટ બદલવાનું આયોજન કરવામાં આવશે તેવી સંભાવના છે.