જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજવામાં જઈ રહી છે. ત્યારે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા પ્રદેશની સૂચનાને ધ્યાને રાખીને તમામ 15 વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગતા જૂનાગઢના સામાન્ય શહેરીજનો પાસે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે છાપેલા ઉમેદવારી માટેના દાવેદારી પત્રકો રાખવામાં આવ્યા છે. આજ દિન સુધીમાં 36 જેટલા લોકોએ ચૂંટણી લડવા માટે ફોર્મ પસંદ કર્યા છે.
જૂનાગઢ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે શરૂ કરી તૈયારી: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી દિવસોમાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાને લઈને નિરીક્ષકો અને પ્રભારીની નિમણૂક પણ કરવામાં આવી છે. નિરીક્ષકોએ પાછલા બે દિવસ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને 15 વોર્ડના શ્રેષ્ઠીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજી હતી.
પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર આ વખતે પ્રથમ વખત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે લડવા માંગતા જૂનાગઢ કોર્પોરેશનના સામાન્ય લોકો પાસેથી દાવેદારી મંગાવવામાં આવી રહી છે. જેનું છાપેલું ફોર્મ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આપવામાં આવી રહ્યું છે. આજ દિન સુધી 36 જેટલા લોકોએ પોતાની ઉમેદવારી કરવા માટેનું દાવેદારી પત્રક મેળવી લીધું છે.
કોંગ્રેસ દ્વારા આ પ્રકારે પ્રથમ પ્રયાસ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 15 વોર્ડમાંથી 60 ઉમેદવારો પસંદ કરવાના થાય છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની લઈને જૂનાગઢના સામાન્ય નાગરિકો પાસેથી કોંગ્રેસના ઉમેદવાર બનવા માટેના અભિપ્રાયો મંગાવવામાં આવી રહ્યા છે. જેનો તમામ ડેટા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે જે તે વ્યક્તિ કોંગ્રેસના ઉમેદવાર બનવા માટે દાવેદારી પત્રક લઈ જાય છે તેના ફોટા અને તમામ વિગતો સાથે રજીસ્ટર પણ બનાવવામાં આવ્યું છે.
ઉમેદવારી પહેલા કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી માટેના આવેદનપત્રમાં જે તે વોર્ડની તમામ વિગતો ભરીને સીલ બંધ કવરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોકલવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી જાહેર થયા બાદ જે લોકોએ આવેદનપત્ર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે આપ્યું છે, તેના નામની વિચારણા કરીને પ્રદેશ કોંગ્રેસ તમામ ઉમેદવારો નક્કી કરશે.
આ પણ વાંચો: