જુનાગઢઃ પ્રદેશ આમ આદમી પાર્ટીના મંત્રી જુનાગઢ વિધાનસભાના પ્રમુખ વંથલી નગરપાલિકાના પ્રભારી અને વર્ષ 2022 માં જુનાગઢ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા. આમ આદમી પાર્ટીના નેતા ચેતન ગજેરા ફરી ઘર વાપસી કરી રહ્યા છે આમ આદમી પાર્ટી માંથી ચેતન ગજેરા નો અઢી વર્ષ બાદ મોહભંગ થતા ચેતન ગજેરા ફરી તેમના ગૃહ પક્ષ ભાજપમાં જઈ રહ્યા છે આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપવાની સાથે પ્રદેશ મંત્રી જુનાગઢ વિધાનસભાના પ્રમુખ અને વંથલી નગરપાલિકાના પ્રભારી તરીકેની જવાબદારી માંથી મુક્ત થતો પત્ર પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ને ચેતન ગજેરા દ્વારા મોકલી આપવામાં આવ્યો છે.
Gujarat Politics: અઢી વર્ષ બાદ ચેતન ગજેરાને થયો આપ માંથી મોહ ભંગ, ફરી કરશે ઘરવાપસી - aam aadmi party
પ્રદેશ આમ આદમી પાર્ટીના મંત્રી અને જૂનાગઢ વિધાનસભા ચૂંટણી લડેલા ચેતન ગજેરા આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને રાજીનામાં પત્ર પણ તેમને મોકલી આપ્યું છે. ચેતન ગજેરા આગામી દિવસોમાં વિધિવત રીતે તેના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.
Published : Mar 7, 2024, 10:46 PM IST
ચેતન ગજેરાની ઘરવાપસીઃ ચેતન ગજેરા આમ આદમી પાર્ટીમાં આવતા પૂર્વે તે જૂનાગઢ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાર્ટીમાં મતભેદ સર્જાતા તેમજ નવી આવી રહેલી આમ આદમી પાર્ટીનો દિલ્હી નો દબદબો જોઈને ચેતન ગજેરા આપ પાર્ટીમાં જોડાયા હતા પાર્ટી એ તેમની કામગીરી અને યુવાન નેતાનો જોશ જોઈને જુનાગઢ વિધાનસભાની ટિકિટ પણ આપી હતી જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસના મજબૂત ઉમેદવારો સામે સારા મતો પણ પ્રાપ્ત કર્યા હતા પરંતુ અઢી વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં રહેલા ચેતન ગજેરા ફરી એક વખત તેના માતૃ પક્ષમાં જઈ રહ્યા છે.
ચેતન ગજેરા એ આપ્યો પ્રતિભાવઃ આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપનાર ચેતન ગજેરાનો ઈ ટીવી ભારતે ટેલીફોનિક સંપર્ક કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી માંથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. તેમના સમર્થક કાર્યકરો પણ હવે પક્ષ છોડીને તેની સાથે આવી રહ્યા છે. આવા સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તેવા નિર્દેશો તેમણે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પણ આપ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે એક્સ પર ફોટો શેર કરીને તેઓ માતૃપક્ષ ભાજપમાં પરત ફરી રહ્યા છે, તેવો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યાં છે.