ગુજરાત

gujarat

ડૉક્ટર્સ ડે પર શું કહે છે એક પદ્મશ્રી વિજેતા ડૉક્ટર ??? - National Doctors Day

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 5:20 PM IST

ડૉ. બી.સી. રોયના જીવન કવનની યાદમાં દર વર્ષે 1લી જુલાઈએ ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. રોય ભારત રત્ન પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ ચિકિત્સક, પરોપકારી, શિક્ષણશાસ્ત્રી અને ભારતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર હતા. ડૉક્ટર્સ ડે પર વાંચો સેન્ટર ફોર બ્રેસ્ટ ડિસીઝના સ્થાપક અને પદ્મશ્રી તેમજ ડૉ.બી.સી. રોય પુરસ્કાર વિજેતા ડૉ. પી. રઘુરામનો ખાસ લેખ.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

હૈદરાબાદઃ 1લી જુલાઈએ ડૉ. બી.સી. રોયના જીવન કવનની યાદમાં ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. રોયે ભારતની હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અથાક મહેનત કરી. આ દિવસ માત્ર ડૉ. રોયને જ નહીં, પણ એવા તમામ ડૉક્ટરોને સમર્પિત છે જેઓ રોયના પગલે તબીબી સેવાઓ આપી રહ્યા છે. જેઓ તેમની તબીબી કુશળતાથી અસંખ્ય લોકોના જીવ બચાવે છે.

33 વર્ષ પહેલાં (1991), હું ડૉક્ટર તરીકે સ્નાતક થયો હતો. આ જ વર્ષે જ્યારે ભારતે ડૉક્ટર્સ ડેની ઉજવણી કરવાનું શરૂ કર્યું! ડૉ.બી.સી. રોય નેશનલ એવોર્ડ (2017)માં મને મળ્યો. જે ભારતમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરને મળતો સર્વોચ્ચ એવોર્ડ છે. તેથી આ દિવસ મારા માટે વધુ ખાસ છે.

તબીબી સમુદાયના અસાધારણ પ્રતિબદ્ધતા અને અવિરત સમર્પણને સ્વીકારવા માટેનો આ એક મહત્વપૂર્ણ દિવસ છે. એક પ્રાચીન સંસ્કૃત વાક્ય છે “વૈદ્યો નારાયણો હરિ” જેનો અર્થ થાય છે ડૉક્ટર ભગવાન નારાયણ અને ભગવાન હરિ પોતે છે. કેટલાક પ્રદેશોમાં, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, ડૉક્ટરને 'ઈશ્વર' સમાન ગણવામાં આવે છે. દર્દીઓ વિશ્વાસ કરીને તેમનું જીવન ડૉક્ટરના હાથમાં મૂકે છે. ઘણા કિસ્સાઓમાં દર્દીઓ તબીબને ગુપ્ત વાતો પણ કહે છે. જે પરિવારના નજીકના સભ્યને પણ કહેતા નથી. તદુપરાંત, તેઓ તેમના શરીરને તપાસ માટે ખુલ્લું કરે છે અને અજાણી વ્યક્તિને ઓપરેશન કરવાની મંજૂરી આપે છે. અન્ય કોઈ વ્યવસાયમાં વ્યક્તિ દરરોજ આ સ્તરના અત્યંત વિશ્વાસનો અનુભવ કરી શકે નહીં. આ ટ્રસ્ટ છે. તેથી જ તબીબી બંધુઓએ હંમેશા આ વ્યવસાયના મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ.

આ જ કારણોથી ડૉક્ટરની ફરજ ઉચ્ચ સ્તરની નૈતિક આચારસંહિતા પણ ધરાવે છે. દુર્ભાગ્યે વર્ષોથી વિવિધ કારણોસર ડૉક્ટર અને દર્દી વચ્ચેના પરસ્પર વિશ્વાસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ખોવાયેલો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે દર્દીઓ અને ડોકટરો બંને માટે સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે અને ખરેખર, આ અનોખા સંબંધને વધુ મજબૂત કરવા માટે ડોક્ટર્સ ડેથી વધુ સારો કોઈ દિવસ હોઈ શકે નહીં.

ક્લિનિકલ યોગ્યતા અને અસરકારક સંચાર દરેક ડૉક્ટર માટે આવશ્યક કુશળતા છે. આ યુગમાં જ્યારે ડૉક્ટર-દર્દીનો સંબંધ ગંભીર તાણમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે વાતચીતનું કૌશલ્ય વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

સમગ્ર પશ્ચિમી વિશ્વમાં તબીબી અભ્યાસક્રમમાં નૈતિકતા અને સંચાર કૌશલ્યનું સ્થાપિત સ્થાન હોવા છતાં, તે તાજેતરમાં સુધી ભારતીય તબીબી અભ્યાસક્રમનો ભાગ નહોતું. જો કે 2019માં નેશનલ મેડિકલ કમિશને નવા સક્ષમતા આધારિત તબીબી શિક્ષણ અભ્યાસક્રમ (CBME)માં તબીબી નીતિશાસ્ત્રનો સમાવેશ કર્યો હતો. “એટિટ્યુડ, એથિક્સ એન્ડ કોમ્યુનિકેશન” (AETCOM) મોડ્યુલનો ઉદ્દેશ્ય ડૉક્ટર માટે જરૂરી જ્ઞાન, વલણ અને મૂલ્યોને કેળવવાનો છે.

તબીબી નૈતિકતા સિવાય વ્યક્તિ ગમે તેટલો બુદ્ધિશાળી, જાણકાર અને કુશળ હોય પરંતુ જીવનના દરેક પાસામાં નૈતિક હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના વિના આપણી કોઈપણ સિદ્ધિઓની કોઈ સુસંગતતા રહેશે નહીં. તેથી, એક સારો માણસ બનવું સૌથી મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્રમાં ઘણી તકો છે, ખૂબ ઓછી સ્પર્ધા સાથે! અત્રે ઉલ્લેખનીય છે કે રામોજી ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ શ્રી રામોજી રાવ ગારુ, જેમણે તાજેતરમાં જ આ દુનિયા છોડી દીધી છે. તેઓ નૈતિકતાના પ્રતિક અને ભારતના આદર્શ નાગરિક હતા.

ડૉક્ટરોએ સમાજમાં રોલ મોડલ બનવું જોઈએ. મેડિસિન/સર્જરીની કલા અને વિજ્ઞાનની પ્રેક્ટિસનો અર્થ "રેટ-રેસ" નથી. માત્ર ડૉક્ટર બનવા કરતાં જીવનમાં ઘણું બધું છે. જ્યારે હું આ કહું છું, ત્યારે મારો મતલબ કોઈ શોખ પૂરતો નથી પરંતુ તેના કરતા વધુ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક સામેલ થવા સાથે સંબંધિત .છે જે મોટા પ્રમાણમાં સમુદાય અને સમાજને લાભ આપે છે. ઉદાહરણ તરીકે આપણી 70%થી વધુ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. ભારતમાં 6,00,000 ગામો છે. મારી ઈચ્છા છે કે જો સંસાધનો ધરાવતા 6 લાખ નાગરિકો 6 લાખ ગામોને દત્તક લે તો #AmritKaal દરમિયાન આવનારા 25 વર્ષ નિઃશંકપણે સમગ્ર ભારતમાં અસંખ્ય જીવનના સપના, ધ્યેયો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેની સુવર્ણ તક હશે.

ડૉકટરોએ સમયાંતરે તેમની કારકિર્દી પર વિચાર કરવો જોઈએ. તેમણે માતાની સંભાળ લઈને સ્તન કેન્સર કે બીજા કોઈ રોગો પર વિજય મેળવવામાં મદદ કરવી જોઈએ. સાથે સાથે માતૃભૂમિની સેવા કરીને આશીર્વાદ પણ મેળવવા જોઈએ. મારા દત્તક લીધેલા ગામ (ઇબ્રાહિમપુર)માં અંગત પરોપકાર દ્વારા જીવન પરિવર્તનની સખાવતી પહેલની આગેવાની કરવા ઉપરાંત લગભગ 2 દાયકાથી નવીન અને અસરકારક સ્તન કેન્સર હિમાયત અભિયાન દ્વારા 'અર્લી ડિટેક્શન'ના મહત્વ વિશે ખૂબ જ જરૂરી જાગૃતિ ઊભી કરવી એ મારુ સૌથી મોટું પ્રદાન છે. સૌથી પહેલા સંતોષ, ધ્યાન, કૃતજ્ઞતા વ્યક્ત કરવી અને પ્રાર્થનાશીલ બનવું - આ બધાએ મને મારા સપનાઓને પ્રગટ કરવામાં સક્ષમ કર્યા છે. જેણે મારા જીવનને ઘણી રીતે સમૃદ્ધ બનાવ્યું છે.

ડૉક્ટર્સ ડેના અવસર પર, હું મારી જાતને હિપ્પોક્રેટિક શપથના એક મહત્વપૂર્ણ ઘટકની યાદ અપાવવા માંગુ છું - અને તે છે 'દર્દીની ભલાઈને મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે'. અંતમાં, હું આ શુભ દિવસે 1953માં સુપ્રસિદ્ધ ચિકિત્સક સર રોબર્ટ હચીસને લખેલ પ્રાર્થના રજૂ કરુ છું. લગભગ 70 વર્ષ પહેલાં તેમણે જે કહ્યું હતું તે આજે પણ સુસંગત છે. "સારી રીતે એકલા છોડવામાં અસમર્થતાથી; જે નવું છે તેના માટે અતિશય ઉત્સાહ અને જુના માટે તિરસ્કારથી; જ્ઞાનને શાણપણ પહેલાં, વિજ્ઞાનને કળા પહેલાં, ચતુરાઈને સામાન્ય બુદ્ધિ પહેલાં; દર્દીઓને કેસ તરીકે સારવાર આપવાથી; અને રોગના ઉપચારને તેની સહનશક્તિ કરતાં વધુ ગંભીર બનાવવાથી, ભગવાન, અમને બચાવો.

ABOUT THE AUTHOR

...view details