હૈદરાબાદ, હર્ષા કક્કર: મહિનાઓના વિચાર વિમર્શ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આખરે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પોતાની લાંબી અંતરની આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમને વાપરવાની મંજૂરી આપી દીધી છે. શરુઆતમાં કુર્સ્ક વિસ્તારમાં જ્યાં રશિયાએ યુક્રેનિયન ઘૂસણખોરીને પાછળ ધકેલવા માટે ઉત્તર કોરિયન સૈનિકોની સાથે સેનાની તૈનાતી વધારી દીધી છે. જાહેર છે કે, રશિયા પોતાના પ્રયાસોમાં સફળ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે, બાઇડેને આ પગલું લીધું છે. આ ચાલી રહેલા સંઘર્ષ પ્રત્યે અમેરિકન નીતિમાં આ ઉલ્લેખનીય બદલાવ છે અને બાઇડેનના પદ છોડી દેતા પહેલા આ બદલાવ આવ્યો છે. બાઇડેનનો આ નિર્ણય યુક્રેન માટે પર્યાપ્ત ન હોઇ શકે પરંતુ સંઘર્ષ માટે એક નવું પરિણામ ખોલી શકે છે.
ત્રીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિનું નિર્માણ: 20 જાન્યુઆરીના રોજ US રાષ્ટ્રપતિનું પદ સંભાળવા જઈ રહેલા ટ્રમ્પે યુક્રેનને ઓછું સમર્થન કરીને યુદ્ધ સમાપ્ત કરવાના પોતાના ઇરાદાની ઘોષણા કરી હતી. તેમના સમર્થકોએ બાઇડેનના આ નિર્ણયની ટીકા કરીને દાવો કર્યો હતો કે, તે લશ્કરી ઔદ્યોગિક સંકુલના હાથોમાં રમી રહ્યા છે અને ત્રીજા વિશ્વ યુદ્ધ માટેના મંચનું નિર્માણ કરી રહ્યા છે. અમેરિકન પ્રતિબંધોથી બ્રિટેન અને ફ્રાંસ સહિત તેના સહયોગીઓ માટે પણ આ જ કરવાનો રસ્તો ખૂલશે, બ્રિટેને આ પહેલા જ ઘોષણા કરી દીધી હતી કે, તેઓ યુક્રેનને પોતાની 'સ્ટોર્મ શૈડો' મિસાઇલ આવી જ રીતે વાપરવાની અનુમતિ આપશે.
યુક્રેને રશિયામાં મિસાઇલ છોડી: બાઇડેનની મંજૂરીના થોડા જ દિવસો પછી યુદ્ધના 1000માં દિવસે યુક્રેને રશિયાના બ્રાયંસ્ક વિસ્તારમાં મિસાઇલ ફેંકી હતી. રશિયાનો દાવો છે કે, ફેંકાયેલી 6 મિસાઇલ્સમાંથી 5 મિસાઇલ્સને નિષ્ક્રિય કરી નાખી હતી, જ્યારે અમેરિકાએ આગળ જણાવ્યું કે, ફેંકાયેલી 8 મિસાઇલ્સમાંથી 2ને નિષ્ક્રિય કરી. ATMS મિસાઇલ્સની રેન્જ 300 કિમીની છે જેને રોકવી સહેલી નથી.
યુક્રેને અમેરિકાની વેપન સિસ્ટમનો ઉપયોગ કર્યો:હાલમાં જ યુક્રેને પોતાની ધરતી પર રશિયન સૈનિકોના આક્રમણની સામે અમેરિકા દ્વારા અપાયેલા વેપન સિસ્ટમ્સનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ યુક્રેનને ખાર્કિવ આક્રમણને રોકવા માટે પોતાની સેનાની મદદ માટે 80 KMની રેન્જની પોતાની HIMARS સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જે અસરકારક સાબિત થઇ હતી.
રશિયાએ નાટોને ચેતવણી આપી: પુતિને 2 દિવસ પહેલા રશિયાના પરમાણુ સિદ્ધાંતોના બદલાવની મંજૂરી આપી હતી. અમેરિકા પાસેથી આવા નિર્ણયની અપેક્ષા કરતા થોડા સમય પહેલા રશિયાએ નાટોને ચેતવણી આપી હતી કે, હવે જો તેઓએ યુક્રેનને રશિયામાં તેમની મિસાઇલ્સ છોડવાની મંજૂરી આપી તો આનો મતલબ થશે કે, નાટો સીધું રશિયા સામેના તેના ઓપરેશનમાં શામેલ છે.
રશિયા પોતાનું ન્યુક્લિયર સ્ટેટસ બદલ્યું: સંશોધિત સિદ્ધાંતમાં આ વાત પર જોર આપવામાં આવ્યું કે, 'પરમાણુ શક્તિથી સંપન્ન કોઇ પણ પરમાણુ તાકાત વિનાના દેશ સામે કરાયેલ હુમલાને સંયુક્ત હુમલો માનવામાં આવશે. આ માટે કહેવામાં આવ્યું કે, 'સૈન્ય ગઠબંધનના કોઇ પણ સદસ્ય દ્વારા કરાયેલા હુમલો ગઠબંધન દ્વારા કરવામાં આવેલ હુમલો માનવામાં આવશે.' સંશોધિત પરમાણુ સિદ્ધાંત મુજબ, રશિયા આવા હુમલાઓનો જવાબ પરમાણુ હથિયારોથી આપી શકે છે. અમેરિકાનું કહેવું છે કે, આ સંશોધિત સિદ્ધાંત અને યુક્રેનિયન હુમલાઓ છતા તેને પોતાનું ન્યુક્લિયર સ્ટેટસ બદલવાનો કોઇ ઇરાદો નથી.
રશિયાએ યુક્રેનને શું કહ્યું?:પુતિને આ પહેલા કહ્યું હતું કે, યુક્રેન પાસે પોતાના દમ ઉપર ATMS મિસાઇલ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા નથી. તેમણે જોર દઇને કહ્યું કે, ફક્ત પશ્ચિમ ઉપગ્રહ જ આના વપરાશ માટે ગુપ્ત માહિતી પ્રદાન કરી શકે છે અને સાથે જ ફક્ત નાટોના કર્મચારી જ ઉડાન મિશન સૌંપી શકે છે. જે તેમની સીધી ભાગીદારીનો સંકેત છે. તેઓએ કહ્યું કે, આ નિર્ણય (રશિયા સામે ATMS મિસાઇલ્સ વાપરવી) કરવામાં આવ્યો છે. જેનો મતલબ છે તે (નાટો) ની ભાગીદારીથી ઓછું કંઇ જ ન હોઇ શકે. રશિયન પ્રવક્તા અને પુતિન સરકારના સભ્ય ચેતવણી આપી રહ્યા છે કે, પશ્ચિમના દેશોની કાર્યવાહી અને કીવ દ્વારા મિસાઇલ્સનો છોડવું તે ત્રીજા મહાયુદ્ધની સ્થિતિને તૈયાર કરી રહ્યા છે. પશ્ચિમે અત્યાર સુધીની પુતિનની વધુ એક ખાલી ધમકી સમજીને નજર અંદાજ કર્યું છે.
પરમાણુ વિકલ્પ પર પૂતિનની ધૂર્તતા ઉજાગર:અમેરિકાથી આવનારો સંદેશ એ છે કે, બાઇડેન પ્રશાસન રશિયન સંકલ્પની તપાસ કરી રહ્યું છે અને પરમાણુ વિકલ્પ પર પૂતિનની ધૂર્તતાને ખુલ્લી પાડી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે, પુતિન યુક્રેનિયન હુમલાનો જવાબ ધમકી આપીને નહી આપે. બાઇડેન ટ્રમ્પને આ સંકેત પણ આપે છે કે, સરકાર બદલાઈ રહી છે છતાં તેમની પાસે હજુ પણ પગલાં લેવાની શક્તિ છે અને તેઓ જે પણ પાછળ છોડે છે, ટ્રમ્પે તેનો સામનો કરવો પડશે. વધુમાં અમેરિકાનું વહીવટી તંત્ર આ સંદેશ આપે છે કે, તેનો નિર્ણય યુદ્ધના મૈદાનમાં ઉત્તર કોરિયન સૈનિકોના પ્રવેશના જવાબમાં છે. એક એવું પગલું જે યુદ્ધ મૈદાનના માહૌલને બદલી શકે છે. યુએસની જાહેરાતમાં વિલંબ પછી રશિયાને મોટાભાગની મુખ્ય સૈનિક સંપતિઓને આ મિસાઇલ્સના નિશાના બહાર લઇ જવાનો સમય મળ્યો છે.
નાટોની કામગીરી પર રશિયાનું મૌન:યુદ્ધની શરુઆતથી જ પુતિન યુક્રેનને સમર્થન ન કરવા અંગે પશ્ચિમને ધમકાવી રહ્યા છે. પરંતું તેણે કોઇ કાર્યવાહી ન કરી, નાટોએ યુક્રેનને હથિયારોની વ્યવસ્થા કરી આપી અને રશિયાએ મૌન રાખ્યું, ત્યાં સુધી યુક્રેને સીમા પાર કરીને કુર્સ્ક તરફ આગળ વધ્યું, જેમ કે, હિટલર દ્વારા બીજા વિશ્વ યુદ્ધમાં કરાયેલા હુમલા પછી પહેલી વાર થયું. ત્યારે પણ પુતિને હુમલાની ધમકી આપી, પણ કોઇ કાર્યવાહી ન કરી, આમ, પુતિન દ્વારા આપવામાં આવેલી ધમકીઓ અને ચેતવણીઓની શ્રેણીમાં સંશોધિત પરમાણુ સિદ્ધાંતને પણ એમાંનો એક માનવામાં આવી રહ્યો છે.
પુતિન અને બાઇડેન બંન્ને કુર્સ્કને લઇને ચિંતિત:એવું લાગી રહ્યું છે કે, પુતિન અને બાઇડેન બંન્ને કુર્સ્કને લઇને ચિંતિત છે. પુતિન કોઇ પણ શાંતિ મંત્રણા પહેલા યુક્રેનિયન સેનાથી આ ક્ષેત્રને પાછું મેળવવા માંગે છે અને એટલે જ વધારે સૈનિકો મોકલી રહ્યા છે. બાઇડેનને અપેક્ષા છે કે, આ પ્રતિબંધથી યુક્રેનને ભવિષ્યમાં કોઇ પણ મંત્રણામાં સોદાબાજી કરવા માટે આ વિસ્તારમાં ટકાવી રાખવાનો લાભ આપશે. પુતિનના મનમાં પોતાનું હિત છે. તે પોતાની શરતો પર આ સંઘર્ષ સમાપ્ત કરવા માંગશે, તેમના માટે યોગ્ય વિકલ્પ ટ્રમ્પ કાળની શરુઆત છે. હવે જો તે સંઘર્ષ વધારશે. તો બાઇડેન તેમણે આ કરવા પ્રેરિત કરશે. તો પાછળ હટવાની સંભાવના મુશ્કેલ છે. સાથે જ તેઓએ યુક્રેનના એનર્જી રિસોર્સ અને સંસ્થાઓને નિશાના પર લેવાનું વધારી દીધું છે, શિયાળો નજીક આવવાની સાથે જ યુક્રેનના એનર્જી રિસોર્સનો નાશ કરવાથી યુક્રેનના લોકોનો ગુસ્સો વધશે, જેમનામાંથી ઘણા ખરા શાંતિ ઇચ્છતા હતા.
ટ્રમ્પ નિર્ણય લેવામાં મૂકાયા મૂંઝવણમાં: ટ્રમ્પ પણ નિર્ણય લેવા અંગે દ્વિધામાં હશે. શું તેમને પોતાના આગમન પહેલા તરત જ પ્રતિબંધને હટાવી દેવો જોઇએ કે, શાંતિ માટે આનો ફાયદો ઉઠાવવો જોઇએ. તે જલ્દી કાર્યવાહી કરશે, તો પુતિનના હાથમાં બધો ખેલ જઇ શકે છે અને સાથે જ યુરોપિયન સંઘ સાથે અંતર પણ વધારી શકે છે. જ્યારે તેમને રશિયાની કઠપૂતળીના રુપે પણ જોવામાં આવી શકે છે. હવે જો તે મોડું કરશે તો આના પરિણામે આ સંઘર્ષને ઉકેલવાની તક ગુમાવી શકે છે.
આ પ્રક્ષેપણ પશ્ચિમના આક્રમણના જવાબમાં હતું:આખરે, પુતિને પશ્ચિમી ઉશ્કેરણીઓનો જવાબ આપ્યો. તેમણે યુક્રેનના રક્ષા ઓદ્યોગિક સંકુલ પર પરંપરાગત રીતે ઓરશેનિક હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ ન્યુક્લિયર હથિયાર લઇ જવા માટે સક્ષમ છે. જે મેક 10ની ઝડપે અંતર કાપે છે અને કોઈપણ મિસાઈલ વિરોધી સંરક્ષણની ક્ષમતાથી બહાર છે. પરીક્ષણ સફળ માનવામાં આવતું હતું. આ મિસાઈલ 5000 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને તે બ્રિટન સહિત યુરોપના કોઈપણ નિશાનને ટાર્ગેટ કરી શકે છે. પુતિન એ સંદેશ આપવા માંગતા હતા કે, પશ્ચિમી સમર્થને રશિયન સહનશીલતાની હદ વટાવી દીધી છે. તેમના સંદેશમાં તેમણે ચેતવણી આપી હતી કે, આ પ્રક્ષેપણ પશ્ચિમના આક્રમણના જવાબમાં હતું.
સાવચેતીના રૂપમાં તેણે અમેરિકાને પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. પશ્ચિમ આ સંકેતને સમજશે કે, કેમ અને પાછા પગલાં લેશે તે જોવાનું બાકી છે. તમામ સંભાવનાઓમાં, પશ્ચિમ શાંતિપૂર્વક યુક્રેનને કુર્સ્ક પ્રદેશની બહાર મેઇનલેન્ડ રશિયા અને ત્યાં માત્ર લશ્કરી લક્ષ્યોને લક્ષ્ય ન બનાવવાનું સૂચન કરી શકે છે. આવનારા દિવસોમાં તમામના ઈરાદા સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો:
- ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કલંકિત લોકોની પસંદગી કેવી રીતે અરાજકતાનું કારણ બની શકે?
- વિશ્વ COPD દિવસ: ફેફસામાં થતો ઈલાજ વગરનો આ રોગ વિશ્વભરમાં મૃત્યુનું ચોથું મુખ્ય કારણ