નવી દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી યુએસ મુલાકાત દરમિયાન ક્વાડ સમિટ દરમિયાન મુખ્ય પહેલોની જાહેરાત કરવામાં આવશે. કેન્સર મૂનશોટ પ્રોગ્રામ પર જૂથના ચાર સભ્ય દેશો વચ્ચેનો સહયોગ શામેલ છે. PM મોદીના પ્રસ્થાન પહેલા ગુરુવારે અહીં મીડિયાને સંબોધન કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે, ક્વાડ સમિટ દરમિયાન આયોજિત થનારો કેન્સર મૂનશોટ કાર્યક્રમ મુખ્ય પ્રાથમિકતા હશે.
કેન્સર મૂનશોટ પર એક અલગ સંયુક્ત તથ્યપત્ર હશે: આપને જણાવી દઈએ કે, યુએસ પ્રમુખ જો બાઇડેન 21 સપ્ટેમ્બરના રોજ પોતાના વતન વિલ્મિંગ્ટન, ડેલાવેરમાં આ વર્ષની ક્વાડ સમિટનું આયોજન કરશે. કેન્સર મૂનશોટ પ્રોગ્રામને એક માઇલસ્ટોન ગણાવતા, મિસ્ત્રીએ જણાવ્યું હતું કે "ક્વાડનો હેતુ દર્દીઓ અને તેમના પરિવારો પર કેન્સરની અસરને રોકવા, શોધવા, સારવાર અને ઘટાડવા માટે નવીન વ્યૂહરચનાઓેને અમલમાં મૂકવાનો છે." તેઓએ કહ્યું કે, "અમે ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં સર્વાઇકલ કેન્સરના બોજને ઘટાડવા માટે સહયોગ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ," તેમણે વધુમાં કહ્યું કે હકીકતમાં, કેન્સર મૂનશોટ પર એક અલગ સંયુક્ત તથ્યપત્ર હશે.
કેન્સર મૂનશોટ કાર્યક્રમ શું છે:કેન્સર મૂનશોટ કાર્યક્રમને કેન્સર સંશોધનમાં વૈજ્ઞાનિક શોધમાં ઝડપ લાવવા વધારે સહયોગને વધારવા અને કેન્સર ડેટાના શેરિંગમાં સુધાર કરવા માટે શરુ કરવામાં આવી હતી. કેન્સર સંશોધનના તે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરીને જે નવા રોકાણના પરિણામસ્વરુપ અમેરિકન લોકોને સૌથી વધારે ફાયદો આપવાની સંભાવના રાખે છે. કેન્સર મૂનશોટ દર્દીઓ, વકીલો, વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સના મોટા સમુદાયને એક સાથે લાવે છે. આ કાર્યક્રમ કેન્સરને નાબૂદ કરવા માટેના સંશોધનને આગળ વધારવા માટે સમર્પિત છે.
પહેલનું નેતૃત્વ જો બાઇડન કરી રહ્યા છે: જાન્યુઆરી 2016માં પોતાના છેલ્લા સ્ટેટ ઓફ ધી યુનિયન સંબોધન વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા પ્રથમ વાર જાહેર કરાયેલા કેન્સર મૂનશોટને કેન્સર સંશોધનને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ધ્યાન અને ભંડોળ મેળવ્ચું છે. આ પહેલનું નેતૃત્વ જો બાઇડન કરી રહ્યા છે. જે તે સમયે ઉપરાષ્ટ્રપતિ હતા. આ કાર્યક્રમ તેમના માટે વ્યક્તિગત છે. કેમ કે તેમના દિકરા બ્યૂ બાઇડનનું વર્ષ 2015માં મગજના કેન્સરથી અવસાન થયું હતું.
કેન્સર મૂનશોટનો લક્ષ્ય શું છે?: 2016માં પાસ થયેલા 21મી સદીના ઇલાજ એક્ટના માધ્યમથી શરુઆતમાં ભંડોળથી ચાલતું કેન્સર મૂનશોટ પ્રયત્નનો મહત્વકાંક્ષી લક્ષ્ય ફક્ત 5 વર્ષોમાં કેન્સરનો રોકવા માટે તેના નિદાન અને ઉપચારમાં 1 દાયકાની પ્રગતિ કરવાનું હતું. રાષ્ટ્રપતિ ઓબામાએ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ બાઇડનને વ્હાઇટ હાઉસ કેન્સર મૂનશોટ ટાસ્ક ફોર્સના પ્રમુખ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું. જેનું કામ નિમ્નલિખિત નિષ્કર્ષો અને ભલામણનો વિગતવાર સેટ તૈયાર કરવાનો હતો.