અમદાવાદ:આજથી ગુજરાતીઓનું નવું વર્ષ વિક્રમ સંવત 2081 શરૂ થઈ ગયું છે. નૂતન વર્ષના દિવસથી ઘણા લોકો નવા કામ-ધંધાની શરૂઆત કરે છે. ત્યારે તમામ 12 રાશિના જાતકોનું નવું વર્ષે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય હેમીલ લાઠિયાએ જણાવ્યું હતું.
જ્યોતિષાચાર્ય હેમીલ લાઠિયા મુજબ, વર્ષ દરમિયાન કુલ 4 રાશિ ભ્રમણ થશે. જેમાં 29 માર્ચથી શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ભ્રમણ કરશે. તો 14 મેથી ગુરુનું ભ્રમણ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં થશે. 18 મેથી રાહુનું મીન રાશિમાંથી કુંભમાં અને કેતુનું કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં ભ્રમણ થવા જઈ રહ્યું છે.
મેષ રાશિ : ( અ, લ, ઇ )
મેષ રાશિના જાતકોને આ વર્ષે જૂના અટકેલા કાર્ય પુરા કરવામાં સફળતા મળશે. દરેક કાર્યમાં આતુરતા જોવા મળશે. સાથે જ ઈતર પ્રવૃત્તિ વધવાથી તેમાં નાણાં અને સમયનો વ્યય થઈ શકે છે.
ઉપાય: ગણપતિની પૂજા કરવી, આરાધ્ય દેવીની ભક્તિ કરવી.
વૃષભ : ( બ, વ, ઉ )
વૃષભ રાશિના જાતકોને કાર્યમાં કે અંગત બાબતમાં લાભની કોઈ વાત બની શકે છે. કામમાં પ્રવાવ સારો રહેશે. સાથે જ ધાર્મિક ભાવના સારી રહેશે.
ઉપાય: શિવજીની ભક્તિ કરવી, કુળદેવીને પ્રાર્થના કરવી
મિથુન : ( ક, છ, ધ )
મિથુન રાશિના જાતકોને નવા વર્ષમાં ઉત્સાહમાં વધારો થતો જોવા મળે છે. સાથે જ કારકિર્દીમાં નવી તક મળી શકે છે. ઉપરાંત નવું કોઈ કાર્ય થઈ શકે છે.
ઉપાય: નારાયણ કવચના પાઠ વાંચવા, ગાય-કૂતરાને રોટલી આપવી
કર્ક : ( ડ, હ )
કર્ક રાશિના જાતકોના કામની કદર થશે. નવા વર્ષે તેમને મહેનત કર્યાનો સંતોષ મળી શકે છે. સાથે જ લાભ થવાના સંયોગ પણ બની શકે છે.
ઉપાય: હનુમાન ચાલીસા વાંચવી, જરૂરિયાતમંદને સહાય કરવી
સિંહ : ( મ, ટ )
સિંહ રાશિના જાતકોને આ વર્ષે અંગત કે વ્યવસાય લક્ષી કાર્યમાં સફળતા મળી શકે છે. અગત્યની ચર્ચા કે કાર્ય થઈ શકે છે. સાથે જ તમને મહેનત મુજબનું ફળ પણ આ વર્ષે મળી શકે છે.
ઉપાય: ગાયત્રી માતાની ભક્તિ, વડીલોને આદર આપવો
કન્યા : ( પ, ઠ, ણ )
કન્યા રાશિના જાતકોનો નવા વર્ષે ધાર્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. જોકે અન્ય કામમાં ઉત્સાહ ઓછો જોવા મળશે. મનમાં વિચારોનું પ્રમાણ વધુ રહેશે.
ઉપાય: ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા, પીપળાના વૃક્ષને જળ ચઢાવવું