ગુજરાત

gujarat

બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, એક દિવસમાં 91ના મોત, દેશમાં કર્ફ્યૂ, સોશિયલ મીડિયા પણ બંધ - violence clashes in bangladesh

By PTI

Published : Aug 5, 2024, 1:26 PM IST

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા શરૂ થઈ છે. પ્રદર્શનકારીઓ અને અવામી લીગ સમર્થકો વચ્ચેની હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 91 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. VIOLENCE CLASHES IN BANGLADESH

બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા,
બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, (AP)

ઢાકા: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ અસહકાર આંદોલનના પ્રથમ દિવસે રવિવારે દેશભરમાં ભારે હિંસા અને આગચંપી થઈ હતી. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સત્તાધારી અવામી લીગ પાર્ટીના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. જેમાં 14 પોલીસકર્મીઓ સહિત 90થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

91 લોકોનાં મોત: સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, દેશભરમાં હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 91 લોકો માર્યા ગયા છે. પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર હિંસામાં 14 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. જેમાંથી 13ના મોત સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં થયા છે. અહેવાલ મુજબ, મોટા પાયે હિંસાને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યૂ લાદી દીધો છે. સરકારે ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મોબાઈલ ઓપરેટરોને 4જી મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દેશમાં તંગદીલી વધી: મીડિયા અહેવાલો અનુસાર, વિરોધીઓએ રવિવારે સવારે વિદ્યાર્થીઓના બેનર હેઠળ સરકારના રાજીનામા અને ભેદભાવની એક મુદ્દાની માંગ સાથે અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. આ દરમિયાન પીએમ હસીનાની પાર્ટી અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો, ત્યારબાદ બંને જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ.

PM હસીનાનો દેખાવકારો સામે કડકાઈથી વ્યવહાર કરવાનો આદેશ

આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ હિંસક પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું કે જે લોકો વિરોધના નામે દેશભરમાં તોડફોડ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે. હું દેશની જનતાને અપીલ કરું છું કે આ આતંકવાદીઓને સખત રીતે દબાવી દો.

મીડિયા રિપોર્ટમાં વડાપ્રધાન કાર્યાલય (PMO)ના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે PM હસીનાએ ગણ ભવનમાં સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક યોજી હતી. જેમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, આરએબી, બીજીબી અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓના વડાઓએ ભાગ લીધો હતો.

દેશમાં ત્રણ દિવસની રજાની જાહેર

દેશભરમાં ચાલી રહેલા હિંસક વિરોધને જોતા સરકારે સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સોમવાર, મંગળવાર અને બુધવારે ત્રણ દિવસની રજા જાહેર કરી છે.

  1. તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હનિયાની હત્યા, બોડીગાર્ડની પણ હત્યા - Hamas Chief Haniyeh killed
  2. બાંગ્લાદેશ કોટા હિંસામાં 32 જીવ હોમાયા : પ્રદર્શનકારીઓએ ટીવી સ્ટેશનને આગ લગાવી, ઇન્ટરનેટ બંધ - Bangladesh Quota Violence

ABOUT THE AUTHOR

...view details