ઓસ્ટ્રેલિયા :પૂર્વ લદ્દાખમાં LAC પરના બે સ્ટેન્ડઓફ પોઇન્ટ ડેમચોક અને ડેપસાંગથી ભારતીય અને ચીની સૈનિકો પાછા ખેંચ્યા બાદ એસ. જયશંકરની ટિપ્પણીઓ સામે આવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારના રોજ તેને આવકારદાયક પગલું ગણાવતા કહ્યું કે, ભારત અને ચીને સૈનિકો પાછા હટાવવામાં થોડી પ્રગતિ કરી છે.
LAC પર વેરિફિકેશન પેટ્રોલિંગ :ભારતીય સેનાએ શનિવારના રોજ ડેપસાંગમાં વેરિફિકેશન પેટ્રોલિંગ શરૂ કર્યું, જ્યારે ડેમચોકમાં પેટ્રોલિંગ શુક્રવારથી શરૂ થયું હતું. એસ. જયશંકરે બ્રિસ્બેનમાં વિદેશી ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરતા કહ્યું કે, અમે ભારત અને ચીનના સંદર્ભમાં થોડી પ્રગતિ કરી છે. તમે જાણો છો કે કેટલાક કારણોસર અમારા સંબંધો ખૂબ ખરાબ હતા. પરંતુ અમે સૈનિકોને પાછી ખેંચવાની દિશામાં થોડી પ્રગતિ કરી છે.
ભારતનું કાઉન્ટર ડિપ્લોયમેન્ટ :વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, એલએસી પાસે મોટી સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત છે, જેઓ 2020 પહેલા ત્યાં ન હતા અને બદલામાં અમે કાઉન્ટર ડિપ્લોયમેન્ટ પણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સંબંધોના અન્ય પાસાઓ પણ પ્રભાવિત થયા છે. આ કારણોસર આપણે પાછળ હટવું પડશે અને જોવું પડશે કે આપણે કઈ દિશામાં આગળ વધીએ છીએ.
એસ. જયશંકરે કહ્યું કે, અમને લાગે છે કે પીછેહઠ આવકારદાયક પગલું છે. આનાથી અન્ય પગલાં પણ લેવામાં આવે તેવી શક્યતા ઊભી થાય છે. ગયા મહિને રશિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી એવી અપેક્ષા હતી કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને હું બંને અમારા સમકક્ષોને મળીશું.
- LAC પર શાંતિ સર્જાશે ! ઘર્ષણ બિંદુઓથી સૈન્ય પાછું ખેંચવાનું પૂર્ણતાના આરે
- ભારત-ચીન LAC મામલે નિષ્કર્ષ પર પહોંચ્યા! સીમા પરથી સૈનિકો હટી જશે