રશિયામાં મોટી ટ્રેન દુર્ઘટના, પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 70થી વધુ લોકો ઘાયલ - Russia passenger train crash - RUSSIA PASSENGER TRAIN CRASH
વિશ્વના સમૃદ્ધ દેશોમાંથી એક રશિયામાં ટ્રેન દુર્ઘટના સામે આવી છે, રશિયાના કોમી રિપબ્લિકમાં પેસેન્જર ટ્રેનના નવ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 70 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હોવાના સમાચાર છે. Russia passenger train crash
રશિયામાં મોટી ટ્રેન દુર્ઘટના (ANI)
Published : Jun 27, 2024, 8:27 AM IST
મોસ્કો (રશિયા): રશિયાના કોમી રિપબ્લિકમાં પેસેન્જર ટ્રેનના નવ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 70 થી વધુ લોકો ઘાયલ થયા છે, RT ન્યૂઝે રશિયન રેલ્વેને ટાંકીને અહેવાલ આપ્યો છે. રશિયા સ્થિત એક ન્યૂઝ ચેનલ અનુસાર, સાત લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી.