મોસ્કો:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભારત આવવાનું આમંત્રણ મળ્યું છે. ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે એક બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. સ્પુટનિક ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, યુરી ઉષાકોવે કહ્યું, "તમે જાણો છો કે અમારા નેતાઓ વચ્ચે વર્ષમાં એકવાર એકબીજાને મળવાનો કરાર છે. હવે, 2025માં નવી દિલ્હી અથવા ભારતમાં અન્ય કોઈ જગ્યાએ જવાનો અમારો વારો છે."
યુરી ઉષાકોવે કહ્યું, "આ ઉપરાંત, હું એ પણ કહેવા માંગુ છું કે, પીએમ મોદીનું આમંત્રણ મળ્યું છે અને તેના પર ચોક્કસપણે હકારાત્મક વિચારણા કરવામાં આવશે. તેથી, સંભવતઃ, વર્ષની શરૂઆતમાં અમે તારીખો નક્કી કરીશું." આ પહેલા 19 નવેમ્બરે ક્રેમલિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે મંગળવારે કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે.
"હું આશા રાખું છું કે ટૂંક સમયમાં, અમે તેમની (વ્લાદિમીર પુતિન) મુલાકાતની ચોક્કસ તારીખો નક્કી કરીશું. તમે જાણો છો, અમારા નેતાઓ એકબીજાની મુલાકાત લેશે," પેસ્કોવને રશિયાની અગ્રણી સમાચાર એજન્સી RIA નોવોસ્ટી દ્વારા ટાંકવામાં આવ્યું હતું તો સ્વાભાવિક રીતે વડાપ્રધાન મોદીની રશિયાની બે મુલાકાત બાદ હવે રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.