વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કશ્યપ 'કાશ' પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના વડા તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગેની જાહેરાત કરતાં 78 વર્ષીય નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ પટેલને 'અમેરિકા ફર્સ્ટ ફાઇટર' ગણાવ્યા.
કશ્યપ 'કાશ' પટેલનો જન્મ 1980માં ન્યૂયોર્કમાં ગુજરાતી માતાપિતાને ત્યાં થયો હતો. જોકે, તેમનો ઉછેર પૂર્વ આફ્રિકામાં થયો અને તેઓ ત્યાં જ મોટા થયાં. કાશ લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઈ સ્કૂલમાંથી સ્નાતક થયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં તેમના વર્ણન મુજબ, પટેલે યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લોમાંથી આંતરરાષ્ટ્રીય કાયદામાં કાયદાની ડિગ્રી અને પ્રમાણપત્ર મેળવવા માટે ન્યુયોર્ક પાછા ફરતા પહેલા યુનિવર્સિટી ઓફ રિચમન્ડમાં હાજરી આપી હતી.
US President-elect Donald Trump names Kash Patel as next FBI Director
— ANI Digital (@ani_digital) December 1, 2024
Read @ANI Story | https://t.co/pX2VFLmIZD#DonaldTrump #KashPatel #FBIDirector #US pic.twitter.com/DBwtzrYeE2
પબ્લિક ડિફેન્ડર તરીકે શરૂ કરી હતી કારકિર્દી
ગુજરાતી હિંદુ પરિવારમાં ઉછરેલા પટેલે કહ્યું કે ભારત સાથે તેમનો હંમેશા ઊંડો સંબંધ રહ્યો છે. પટેલે પબ્લિક ડિફેન્ડર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં હત્યાથી માંડીને નાર્કો-ટ્રાફીકીંગથી લઈને જટિલ નાણાકીય ગુનાઓથી લઈને રાજ્ય અને સંઘીય અદાલતોમાં જ્યુરી ટ્રાયલ સુધીના વિવિધ જટિલ કેસોની કાર્યવાહી કરી હતી. તેમણે કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ સેવા આપી હતી
રાષ્ટ્રપતિના નાયબ આસીસ્ટન્ટ રહ્યાં
કાશે રાષ્ટ્રપતિના નાયબ સહાયક અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) માં આતંકવાદ વિરોધી વરિષ્ઠ નિયામક તરીકે પણ સેવા આપી હતી. આ સમય દરમિયાન, તેમણે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી ટોચની પ્રાથમિકતાઓના અમલીકરણની દેખરેખ રાખી હતી. જેમાં ISIS અને અલ-કાયદાના નેતૃત્વને નાબૂદ કરવા અને કેટલાક અમેરિકન બંધકોની સુરક્ષીત વાપસી પણ સામેલ હતી.
વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન કાશ પટેલ એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે ભૂતપૂર્વ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ ડેવિન નુન્સના સહાયક તરીકેના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ 2016 અભિયાન અને રશિયા વચ્ચેના સંપર્કોની FBIની 2016ની તપાસમાં હાઉસ રિપબ્લિકન્સની તપાસમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.
પટેલે આરોપોને ફગાવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ મહાભિયોગ ટ્રાયલ દરમિયાન, ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધિકારી ફિયોના હિલે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેણી ચિંતિત છે કે પટેલ પરવાનગી વિના ટ્રમ્પ અને યુક્રેન વચ્ચે બેક ચેનલ તરીકે કામ કરી રહ્યા હતા, સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો હતો. જો કે પટેલે આ આરોપોને નકારી કાઢ્યા હતા.
HPSCI માટે વકીલ તરીકે કામ કર્યું
જાન્યુઆરી 2021માં ટ્રમ્પે પદ છોડ્યા પછી, તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા તેમના રાષ્ટ્રપતિના રેકોર્ડ્સ સુધી પહોંચવા માટેના પ્રતિનિધિઓ તરીકે નામ આપવામાં આવેલા ઘણા લોકોમાંના એક હતા અને પટેલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અને હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટિ ઓન ઇન્ટેલિજન્સના (HPSCI) વરિષ્ઠ વકીલ તરીકે પણ કામ કર્યું હતું.