ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમ ખાતે 'મોદી એન્ડ અમેરિકા' કાર્યક્રમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
એનઆરઆઈને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હવે આપણી નમસ્તે પણ સ્થાનિકથી વૈશ્વિક થઈ ગઈ છે. અમેરિકામાં રહેતા ભારતીયોનો પ્રેમ મારું સૌભાગ્ય છે. જ્યારે હું પીએમ રહેતા મને આપના તરફથી અપાર પ્રેમ મળ્યો છે.
તેમણે કહ્યું કે આપ સૌ ભારતના રાષ્ટ્રીય રાજદૂતો છો. ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં તેઓ પરિવાર બનીને ભળી જાય છે. એવો કોઈ ઉંડો મહાસાગર નથી કે જે તમને ભારતથી અલગ કરી શકે. તમામે તમામ સંપ્રદાયોનો મત છે કે, આપણે બધા એક છીએ. વિવિધતા માટે આદર આપણી નસોમાં છે. આ પહેલા પીએમ મોદીના સ્વાગત માટે નાસાઉ કોલિઝિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈવેન્ટ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સભ્ય જગદીશ સેહવાનીએ જણાવ્યું હતું કે, "ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં નાસાઉ કોલિઝિયમમાં આ એક ઐતિહાસિક ઈવેન્ટ છે. એવું લાગે છે કે આપણે અહીં દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. 42 અલગ-અલગ રાજ્યોમાંથી લગભગ 15,000 NRI અહીં ન્યૂયોર્ક આવ્યા છે."