ઈસ્લામાબાદ:પાડોશી દેશ પાકિસ્તાનમાં થયેલા લગ્ન ઈન્ટરનેટ ઉપર ટ્રેન્ડિંગ ટૉપિક બની ગયા છે. ખરેખર, અહીં 6 સગા ભાઈઓએ 6 સગી બહેનો સાથે લગ્ન કર્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે., એટલું જ નહીં, આ લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં દહેજનો એક રૂપિયો પણ લેવામાં આવ્યો ન હતો કે કોઈ બિનજરૂરી ખર્ચ પણ કરવામાં આવ્યો ન હતો. જોકે, આ લગ્ન માટે તમામ ભાઈઓએ લાંબો સમય રાહ જોવી પડી હતી, કારણ કે સૌથી નાનો ભાઈ સગીર હતો.
કેટલા મહેમાનોએ ભાગ લીધો:લગ્ન સમારોહમાં માત્ર 100 મહેમાનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ અત્યંત સાદગી સાથે યોજાયો હતો. એવું કહેવાય છે કે લગ્નને લઈને વડીલે નક્કી કર્યું કે તમામ 6 ભાઈઓ એક જ દિવસે લગ્ન કરશે. તેમણે કહ્યું કે, લગ્ન માટે લોકો લોન લે છે અથવા તેમની જમીન વગેરે વેચે છે. આ કારણોસર, અમે કોઈપણ લોન વગેરે વગર લગ્નને યાદગાર બનાવવા માંગતા હતા.