ગુજરાત

gujarat

ETV Bharat / international

બાળકોના શોષણ અંગે ઉગ્ર સેનેટ સુનાવણી, સોશિયલ મીડિયા કંપનીઓના CEO એ જુબાની આપી

માર્ક ઝુકરબર્ગ (Meta), લિન્ડા યાકેરિનો (X), શાઉ ઝી ચ્યુ (TikTok) અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓના CEO એ બાળકોના શોષણ અંગેની ઉગ્ર સુનાવણીમાં સેનેટ ન્યાયતંત્ર સમિતિ સમક્ષ જુબાની આપી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે પીડિતોની માફી માંગવા માંગે છે, તો માર્ક ઝકરબર્ગે માતા-પિતાને સંબોધીને કહ્યું, તમે જે કંઈ પણ સહન કર્યું છે તેના માટે હું દિલગીર છું.

બાળકોના શોષણ અંગે ઉગ્ર સેનેટ સુનાવણી
બાળકોના શોષણ અંગે ઉગ્ર સેનેટ સુનાવણી

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 1:02 PM IST

Updated : Feb 2, 2024, 2:10 PM IST

ન્યુયોર્ક : જાતીય શિકારી, વ્યસનયુકત લક્ષણો, આત્મહત્યા અને ખાવાની વિકૃતિ. અવાસ્તવિક સુંદરતાના ધોરણો અને બુલિંગ સહિતના આ કેટલાક મુદ્દાઓ છે જેની સાથે યુવાનો સોશિયલ મીડિયા પર ડીલ કરી રહ્યા છે. બાળકોના વકીલો અને ધારાશાસ્ત્રીઓ કહે છે કે, કંપનીઓ તેમને સુરક્ષિત કરવા માટે પૂરતા પ્રયાસ નથી કરી રહ્યા.

એક તરફ ધારાશાસ્ત્રીઓ અને માતાપિતા યુવાનોના જીવન પર સોશિયલ મીડિયાની અસરો વિશે વધુને વધુ ચિંતિત થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ Meta, TikTok અને X અન્ય સોશિયલ મીડિયા કંપનીઓના CEO સેનેટ ન્યાયિક સમિતિ સમક્ષ સાક્ષી આપવા માટે ગયા હતા. આ સુનાવણી બાળકો અને માતા-પિતાની રેકોર્ડેડ જુબાની સાથે શરૂ થઈ હતી. જેમાં તેમણે કહ્યું કે તેઓ અથવા તેમના બાળકો સોશિયલ મીડિયાના પર શોષણના શિકાર બન્યા છે. કલાકો સુધી ચાલેલી સુનાવણી દરમિયાન આત્મહત્યામાં બાળકોને ગુમાવનારા માતાપિતાએ તેમના મૃત બાળકોની તસવીરો ચૂપચાપ પકડી રાખી હતી.

સમિતિના અધ્યક્ષ એવા સેનેટ બહુમતી વ્હિપ ડિક ડર્બીને શરૂઆતની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, અમારા બાળકો જે ઓનલાઈન જોખમોનો સામનો કરે છે તેના માટે કંપનીઓ જવાબદાર છે. તેમની ડિઝાઇન પસંદગી, વિશ્વાસ અને સલામતી માટે પૂરતા પ્રમાણમાં રોકાણ કરવામાં નિષ્ફળતા, મૂળભૂત સલામતી પર જોડાણ અને નફા માટે તેમના સતત પ્રયાસે અમારા બાળકો અને પૌત્રોને જોખમમાં મૂક્યા છે.

માર્ક ઝુકરબર્ગ સાથેની ઉગ્ર પ્રશ્નોત્તરીમાં રિપબ્લિકન મિઝોરી સેન જોશ હોલીએ મેટાના CEO ને પૂછ્યું કે, શું તેમણે પીડિત અને તેમના પરિવારોમાંથી કોઈને જે ભોગવવું પડ્યું છે તેના માટે વ્યક્તિગત રીતે વળતર આપ્યું છે. જેના જવાબમાં માર્ક ઝુકરબર્ગે કહ્યું, આઈ ડોન્ટ થીંક સો.

જોશ હોલીએ વધુમાં કહ્યું કે, અહીં પીડિતોના પરિવારો છે, શું તમે તેમની માફી માંગવા માંગો છો ? જેના જવાબમાં માર્ક ઝકરબર્ગ થોડીવાર ઊભો રહ્યો, બાદમાં માઇક્રોફોન અને સેનેટર્સથી દૂર થઈ અને ગેલેરીમાં ઉભેલા માતા-પિતાને સીધા સંબોધિત કર્યા કે. તમે જેે સમયમાંથી પસાર થયા છો તેના માટે હું દિલગીર છું. તમારા પરિવારોએ જે બાબતો સહન કરી છે તેમાંથી કોઈએ પસાર થવું જોઈએ નહીં, મેટા બાળકોની સુરક્ષા માટે ઉદ્યોગવ્યાપી પ્રયાસો પર રોકાણ કરવાનું અને કામ કરવાનું ચાલુ રાખશે.

બાળકોના વકીલો અને માતાપિતાએ એ વાત પર વારંવાર ભાર મૂક્યો કે, કોઈ પણ કંપની પૂરતો પ્રયાસ નથી કરી રહી. સુનાવણીમાં ભાગ લેનારા વાલીઓમાંથી એક નીવીન રડવાન હતા. જેમની કિશોરવયની પુત્રીએ COVID લોકડાઉનની શરૂઆતમાં તંદુરસ્ત આહાર અને કસરત પરના વીડિયો જોવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે કિશોરી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખતરનાક કન્ટેન્ટના કાળા સમુદ્રમાં ફસાઈ ગઈ અને થોડા મહિનાઓમાં જ એનોરેક્સિયાનો ભોગ બની હતી.

આ દુઃખદ સમયને યાદ કરતા નીવીન રડવાને કહ્યું કે, આજે જે કંઈ કહેવામાં આવ્યું તે અમારી અપેક્ષા કરતાં અલગ નહોતું. તેઓના ઘણા બધા વચનો અને કંઈ પણ બોલ્યા વિનાની ઘણી બધી વાતો તથા તેમણે માંગેલી માફીની પ્રશંસા કરું છું, પરંતુ આટલું ઓછું છે, તે બિલકુલ થોડું ઓછું હતું અને ખૂબ મોડું થયું છે.

નીવીન રડવાનની પુત્રી હવે 19 વર્ષની છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, તે સુનાવણી દરમિયાન ત્યાં બેઠી હતી અને તંગ ચર્ચામાં સેનેટરો દ્વારા સોશિયલ મીડિયાના સીઈઓને ઝાટકણી કાઢતા સાંભળીને તેની ઊર્જામાં નોંધપાત્ર પરિવર્તન અનુભવ્યું હતું. તેણે કહ્યું કે, રૂમમાં ઊર્જા ખૂબ જ સ્પષ્ટ હતી. ફક્ત ત્યાં અમારી હાજરીથી મને લાગે છે કે અમારી હાજરી સેનેટરોને કેવી રીતે અસર કરી રહી છે તે ખૂબ જ ધ્યાનપાત્ર હતું.

હોલીએ માર્ક ઝુકરબર્ગને દબાવવાનું ચાલુ રાખતા પૂછ્યું કે, શું તેની કંપનીએ કરેલા નુકસાન માટે તે વ્યક્તિગત જવાબદારી લેશે. જેના જબાવમાં માર્ક ઝકરબર્ગ પોતાની વાત પર ચોંટી રહ્યા અને ફરી કહ્યું કે, મેટાનું કામ ઉદ્યોગ-અગ્રણી સાધનો બનાવવાનું અને માતાપિતાને સશક્ત કરવાનું છે. જોકે વચ્ચે હોલીએ વાત કાપતા કહ્યું, પૈસા કમાવવા માટે. ન્યાયતંત્રની પેનલ પરના ટોચના રિપબ્લિકન સાઉથ કેરોલિના સેન. લિન્ડસે ગ્રેહામે ડર્બિનની વાતને આગળ વધારતા જણાવ્યું કે, તે આ મુદ્દાને ઉકેલવા માટે ડેમોક્રેટ્સ સાથે કામ કરવા તૈયાર છે.

લિન્ડસે ગ્રેહામે વધુમાં કહ્યું કે, તમારી અને અન્ય લોકો સાથે આ મુદ્દા પર વર્ષો સુધી કામ કર્યા પછી હું એ નિષ્કર્ષ પર છું કે, સોશિયલ મીડિયા કંપનીઓ હાલમાં જે ડિઝાઇન અને કાર્ય કરે છે તે જોખમી ઉત્પાદનો છે. એક્ઝિક્યુટિવ્સે તેમના પ્લેટફોર્મ પર હાલના સલામતી સાધનો અને સગીરોને સુરક્ષિત રાખવા માટે બિનનફાકારક અને કાયદા અમલીકરણ સાથે કરેલા કાર્યની ચર્ચા કરી હતી.

  1. મનને સ્વસ્થ રાખવું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહો, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો...
  2. Handwriting Benefits : હાથથી લખાવના ફાયદા જાણો છો ? મગજની કનેક્ટિવિટી વધારવા માંગતા હોવ તો વાંચો આ અહેવાલ...
Last Updated : Feb 2, 2024, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details