ગુજરાત

gujarat

ETV Bharat / international

Pakistan: બુદ્ધી વગરના છે નવાઝ શરીફ: ઈમરાન ખાન, AI ભાષણમાં સામાન્ય ચૂંટણીમાં કર્યો જીતનો દાવો - પાકિસ્તાન ચૂંટણી

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન જેલમાં બંધ પાકિસ્તાન ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને AI ભાષણમાં જીતનો દાવો કર્યો છે.

imran khan claims victory
imran khan claims victory

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 8:25 AM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબને લઈને પાકિસ્તાનના ચૂંટણી પંચ પર ટીકા વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સંસ્થાપક ઈમરાન ખાન તરફથી શનિવારે 'વિજય ભાષણ' ( AI-enabled voice) આપવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સુપ્રીમો નવાઝ શરીફની 'લંડન યોજના' મતદાનના દિવસે મતદારોના વિશાળ મતદાનને કારણે નિષ્ફળ થઈ ગઈ છે.

ઈમરાનનું AI ભાષણ: મારા વ્હાલા દેશવાસીઓ! આટલી મોટી સંખ્યામાં બહાર આવીને અને મતદાનના તમારા લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરીને, તમે નાગરિકોના અધિકારોને જાળવી રાખવાની અને પુન:સ્વતંત્રતાનો પાયો નાખ્યો છે. હું આપ સૌને ચૂંટણીમાં શાનદાર જીત અપાવવા માટે અભિનંદન આપું છું. મને આપના મતદાન કરવા માટે આટલી મોટી સંખ્યામાં મત આપવાનો વિશ્વાસ હતો. તમે મારા વિશ્વાસ પર ખરા ઉતર્યા અને ચૂંટણીના દિવસે જંગી મતદાન કરીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા.

નવાઝ શરીફમાં બુદ્ધિનો અભાવ: પૂર્વ પીએમ અને પીટીઆઈના સંસ્થાપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પોતાની એઆઈ અવાજની એક ઓડિયો ક્લિપમાં કહ્યું હતું કે, "લોકતાંત્રિક પ્રક્રિયામાં આપની સક્રીય ભાગીદારીના કારણે નવાઝ શરીફની 'લંડન યોજના' નિષ્ફળ ગઈ છે" . નવાઝ શરીફ ઓછી બુદ્ધિ ધરાવતા નેતા છે જેમણે તેમની પાર્ટી 30 બેઠકો પર પાછળ હોવા છતાં વિજેતા ભાષણ આપ્યું.

ઈમરાન ખાનનો દાવો: ધાંધલી અને ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે પોતાના પક્ષના દાવાઓ પર, ઈમરાને કહ્યું, 'કોઈપણ પાકિસ્તાની આ (ચૂંટણીની ગેરરીતિ) સ્વીકારશે નહીં અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેના વિશે વિસ્તૃત અહેવાલો આપ્યા છે. ફોર્મ 45ના ડેટા અનુસાર, અમે 170થી વધુ નેશનલ એસેમ્બલી સીટો જીતવાના ટ્રેક પર છીએ. મારા દેશવાસીઓ, તમે બધાએ પાકિસ્તાનમાં લોકશાહીની પુનઃસ્થાપના માટે તારીખ નક્કી કરી છે. અમે 2024ની ચૂંટણી બે તૃતિયાંશ બહુમતીથી જીતી રહ્યા છીએ.

નવાઝ શરીફનું વલણ: તમારા વોટની શક્તિ બધાએ જોઈ છે. હવે તેને સાચવવાની તમારી ક્ષમતા બતાવો. દરમિયાન ડોન ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સુપ્રીમો નવાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી, સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ લાહોરમાં એક બેઠક યોજી હતી.

આ બેઠક નવાઝ દ્વારા એક દિવસ પહેલાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જીતનો દાવો કરવા અને તેના સહયોગીઓને ગઠબંધન સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા પછી તરત જ આ બેઠક યોજાઈ હતી. આ પહેલાં પીપીપી અને પીએમએલ-એન બંને પીડીએમ સરકારનો હિસ્સો હતા, જેણે 2022 માં ઇમરાન ખાનના પ્રધાનમંત્રી કાર્યાલય માંથી હટ્યા બાદ પીટીઆઈ પાસેથી સત્તા આંચકી હતી.

દરમિયાન, ડૉન ન્યૂઝ દ્વારા 266માંથી 212 બેઠકો માટેના બિનસત્તાવાર પરિણામો અનુસાર, મોટાભાગે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો 82 બેઠકો સાથે આગળ ચાલી રહ્યાં હતા. બીજી તરફ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) 64 બેઠકો સાથે પાછળ ચાલી રહી છે, જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) 40 બેઠકો સાથે બીજા ક્રમે છે.

  1. Pakistan Elections : ઇમરાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ 154 સીટ પર આગળ, પાક નેટીઝનનો દાવો
  2. Pakistan election day: પાકિસ્તાનમાં હિંસાના માહોલ વચ્ચે આજે સંસદની ચૂંટણી, 266 બેઠકો માટે 5121 ઉમેદવારે મેદાનમાં

ABOUT THE AUTHOR

...view details