હૈદરાબાદ: તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી સભા દરમિયાન ગોળીબાર કરીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગોળી તેના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી અને તેઓ માંડ માંડ બચ્યા હતાં. આ હુમલાની ઘટનાએ દુનિયાભરમાં ચકચાર મચાવી છે. દુનિયાના લગભગ તમામ દેશોના રાજનેતાઓએ આ ઘટનાને વખોડી હતી જેમાંથી બાળકો પર બાકાત રહ્યાં નથી, સોશિયલ મીડિયા પર આવા જ કેટલાંક માસૂમ બાળકોએ ટ્રમ્પ પર હુમલાની ઘટનાને વખોડતા એક વીડિયો બનાવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બાળકોએ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાનો સીન રિક્રિએટ કર્યો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ - donald trump assassination - DONALD TRUMP ASSASSINATION
આફ્રિકન બાળકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસની ઘટનાને રજૂ કરી છે. આ વીડિયોને અત્યાર સુધમીમાં 45 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. donald trump assassination
Published : Jul 19, 2024, 8:52 AM IST
આ વીડિયોમાં આફ્રિકન બાળકોના એક ગ્રુપે ટ્રમ્પ પર થયેલા હુમલાનો સીન રિક્રિએટ કર્યો છે. બેકગ્રાઉન્ડમાં ડોનાલ્ટ ટ્રમ્પની સ્પીચ ચાલી રહી છે અને એક બાળક ટ્રમ્પની ભૂમિકામાં છે જે સ્ટેજ પર ભાષણ કરી રહ્યો છે અને પાછળ તેના બોડીગાર્ડ અને સુરક્ષા જવાનો છે, બાળકોએ ટ્રમ્પ પર થયેલા આ હુમલાની ઘટનાને આબેહુબ રિપ્રેઝેન્ટ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ પર થયેલા હુમલાની ઘટનાનો આ સીન રિક્રિએટ કરતા આફ્રિકન બાળકોનો આ વીડિયો ઝૂમ આફ્રિકા નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં 45 લાખ જેટલાં લોકો જોઈ ચુક્યા છે. ઘણા લોકો આ બાળકોના અભિનય અને રજૂઆતની પ્રશંસા કરી રહ્યાં છે. નોંધનયી છે કે,14 જૂલાઈ રવિવારના રોજ દેશભરના મીડિયામાં એ દ્રશ્યો જોવા મળ્યા હતાં કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલીમાં સંબોધન સમયે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા હતાં. આ હુમલાની દેશભરમાં નોંધ લેવાઈ હતી, ભારત સહિત વિશ્વના તમામ રાજનેતાઓે આ ઘટનાને વખોડી હતી.