મ્યુનિક:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારના રોજ જર્મનીના મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ (MSC) દરમિયાન પોતાના ઈઝરાયેલી સમકક્ષ ગિદોન સાર અને ફિજીના વડાપ્રધાન સિતિવેની લિગામામાડા રાબુકા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બને દેશોના સાથે ભારતનો સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જયશંકરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું કે, રાબુકાના વિચારો સાંભળીને સારુ લાગ્યું, બંને નેતાઓેએ હાથ મિલાવ્યા અને એકબીજાનું હાર્દિક સ્વાગત કર્યું હતું, ભારત અને ફિજીના સંબંધો ખૂબ સારા છે. હાલના વર્ષોમાં બંને દેશોની વચ્ચે અન્ય મુદ્દાઓની સાથે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
આ પહેલા જયશંકરે ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર સાથે મુલાકાત કરી હતી, આ દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. તેઓએ ગિદોન સાર સાથેની પોતાની મીટિંગ વિશે X પર વિસ્તૃત જાણકારી શેર કરી છે, X પર શેર કરાયેલી પોસ્ટમાં જયશંકર લખે છે કે, 'પશ્ચિમ એશિયા- મધ્ય પૂર્વની હાલની પરિસ્થિતિ પર વિચારોની આપ લે કરી. અમારી દ્વિપક્ષીય ભાગીદારીની તાકાત અને મહત્વને ચિન્હિત કર્યું.
આ પહેલા જયશંકરે મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં ફિનલૈન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર સ્ટબ, પૂર્વ અમેરિકન દૂત જોન હંટ્સમૈન, ઈસ્ટીટૂટો અફારી ઈન્ટરનૈજિયોનાલી (IAI)ના નિર્દેશક નતાલી ટોસી અને UAE ના રાજકીય બાબતોના સહાયક પ્રધાન અને UAEના વિદેશ પ્રધાનના દૂત લાના નુસેબેહની સાથે એક ચર્ચામાં શામેલ થયા હતા. વિદેશ મંત્રીએ જર્મન સાંસદો જોહાન વેડફુલ, થોમસ એરંડલ અને જુર્ગન હાર્ડ્ટ એમડીબી સાથે પણ મુલાકાત કરી હતી અને મજબૂત ભારત-જર્મની અને ભારત યુરોપિયન સંઘ ભાગીદારીમાં પારસ્પરિક રુપથી લાભદાઈ અવસરોને ચિન્હિત કર્યું હતું.
વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારના રોજ જર્મનીમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ (MSC) 2025 દરમિયાન મંગોલિયા, ઓસ્ટ્રિયા, ડેન્માર્ક આર્જેન્ટિના અને રોમાનિયાના વિદેશ મંત્રીઓ અને નોર્વેના નાણા મંત્રી સાથે વૈશ્વિક સુરક્ષા, લોકતંત્ર અને આર્થિક સહયોગ પર ઘણી બેઠકો કરી હતી. 61માં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ (MSC) 14થી 16 ફેબ્રુઆરીના રોજ જર્મનીના મ્યુનિક ખાતે આયોજિત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:
- બ્રિટનના પૂર્વ PM ઋષિ સુનકે પત્ની અને બાળકો સાથે તાજના કર્યા દીદાર, ભરપૂર કરી ફોટોગ્રાફી
- ટ્રમ્પ અને મોદીના આ નિવેદનથી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો, જાણો શું છે સમગ્ર મામલો