તેલ અવીવ:ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલી સેના IDF પસંદગીપૂર્વક હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહી છે. થોડા દિવસો પહેલા ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા કરી હતી. તે જ સમયે, હવે માહિતી મળી છે કે નસરુલ્લાહના ઉત્તરાધિકારી માનવામાં આવતા સફિદ્દીનની પણ હત્યા કરવામાં આવી છે. ઈઝરાયેલના મીડિયાએ આ અંગે માહિતી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, અમેરિકાએ 2017માં સફીદીનને આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકાએ કહ્યું કે, હિઝબુલ્લાહના રાજકીય મામલામાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, સફિદ્દીનની ગણતરી ટોચના ત્રણ નેતાઓમાં થતી હતી. હુમલાથી બચવા માટે હાશિમ સફીદીન સતત નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે.