તેલ અવીવ/ન્યૂયોર્ક: ઇઝરાયેલ અને લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. લેબનોનમાં ભારે બોમ્બ ધડાકાની સાથે સાથે ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં જમીની સૈન્ય કાર્યવાહી પણ કરી રહી છે. આ સમય દરમિયાન ઇઝરાયેલની ટેન્કોએ ઇઝરાયેલ-લેબનોન સરહદ પર તૈનાત યુએન શાંતિ રક્ષકોની પોસ્ટ પર હુમલો કર્યો હતો જેમાં કેટલાક શાંતિ રક્ષકો ઘાયલ થયા હતા.
ભારતનો ઈઝરાયેલના આ પગલાનો વિરોધ: UN શાંતિ રક્ષકો પર થયેલા ઈઝરાયેલના હુમલાની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ભારતે પણ ઈઝરાયેલના આ પગલાનો વિરોધ કર્યો છે અને લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળ (UNIFIL)ની સુરક્ષા પર ભાર મૂક્યો છે.
યુએનમાં ભારતીય મિશન ભારપૂર્વક જણાવે છે કે, એક મુખ્ય સૈન્ય યોગદાન આપનાર દેશ તરીકે, ભારત UNIFILને ટેકો આપતા 34 દેશો દ્વારા જારી કરાયેલ સંયુક્ત નિવેદન સાથે ઊભું છે.
ભારતે આ મુદ્દે કહ્યું છે કે, "શાંતિ રક્ષકોની સુરક્ષા સર્વોચ્ચ મહત્વની છે અને હાલના UNSC ઠરાવો અનુસાર તેની ખાતરી કરવી જોઈએ."
તમને જણાવી દઈએ કે, 600 ભારતીય સૈનિકો લેબનોનમાં યુએન શાંતિ (પીસકીપીંગ) મિશનનો ભાગ છે, અને ઇઝરાયેલ-લેબનોન સરહદ પર 120 કિલોમીટરની બ્લુ લાઇન પર તૈનાત છે.
શનિવારે લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્રની વચગાળાની દળ (UNIFIL) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં ચાલી રહેલા સૈન્ય અભિયાનો વચ્ચે શુક્રવારે રાત્રે ગોળીબારથી એક પીસકીપર (શાંતિદૂત) ઘાયલ થયો હતો. પીસકીપરનું સ્થાનિક હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે તેની સ્થિતિમાં સધ્ધર છે.
UNIFILએ આ મુદ્દે જણાવતા હતું કે,"અમે તમામ પક્ષોને તેમની જવાબદારીઓ યાદ અપાવીએ છીએ કે તેઓ UN કર્મચારીઓ અને જગ્યાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે, જેમાં UNIFIL પોસ્ટની નજીક લડાઇ પ્રવૃત્તિઓથી દૂર રહેવું પણ સામેલ છે."
અગાઉ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ સ્વીકાર્યું હતું કે, તેના સૈનિકોએ લેબનોનના નાકૌરામાં UNIFIL પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે શ્રીલંકાના પીસકીપર્સ (શાંતિદૂત) ઘાયલ થયા હતા.
IDFએ કહ્યું હતું કે, 'સૈનિકોએ સંભવિત ખતરાને ઓળખીને ગોળીબાર કર્યો.'
યુએનની ચોકીઓ પર ફાયરિંગ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું! જોકે, યુએન પીસકીપિંગના ટોચના અધિકારી જીન-પિયર લેક્રોઇક્સ કહે છે કે, એવા સંકેતો છે કે યુએન પોસ્ટ્સ પરના કેટલાક ગોળીબાર ઇરાદાપૂર્વક કરવામાં આવ્યા હોઈ શકે છે. તેમણે કહ્યું કે એક ઘટનામાં એક ટાવરમાં આગ લાગી હતી અને કેમેરાને નુકસાન થયું હતું, જે અમને સીધા ગોળીબાર જેવું લાગે છે.
ઠરાવ 1701 ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિનો પાયો: 2006ના લેબનોન યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઠરાવ 1701 અપનાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ લગભગ બે દાયકાથી ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિનો પાયો છે. આ અંતર્ગત ઈઝરાયેલ-લેબનોન સરહદ પર સંયુક્ત રાષ્ટ્રના 10,000 શાંતિ રક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. જેઓ આ વિસ્તારમાં યુદ્ધવિરામ પર નજર રાખી રહ્યા છે. આ પ્રસ્તાવ પછી ઈઝરાયેલે દક્ષિણ લેબનોનમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી હતી.
આ પણ વાંચો:
- પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં મોટી જુથ અથડામણ, 11ના મોત, 8 ઘાયલ
- લેબનોનમાં હિઝબુલ્લાહના ગઢ પર ઇઝરાયલી હુમલામાં 15 લોકો માર્યા ગયા