યુનાઈટેડ સ્ટેટ્સ : ભારતીય મૂળના ટ્રેલબ્લેઝિંગ કોમ્પ્યુટર એન્જિનિયરને ટેક્સાસના સર્વોચ્ચ શૈક્ષણિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. પ્રોફેસર અશોક વીરારાઘવનને એન્જિનિયરિંગમાં એડિથ અને પીટર ઓ'ડોનેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
એડિથ અને પીટર ઓ'ડોનેલ એવોર્ડ : ટેક્સાસ એકેડેમી ઓફ મેડિસિન, એન્જિનિયરિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી (TAMEST) રાજ્યના ઉભરતા સંશોધકોને આ પુરસ્કાર પ્રદાન કરે છે. દવા, એન્જિનિયરિંગ, જૈવિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી ઈનોવેશનમાં પાથબ્રેકિંગ યોગદાન બદલ રાજ્યના સ્ટાર સંશોધકોને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ સંસ્થાએ જણાવ્યું કે, રાઈસ યુનિવર્સિટીમાં જ્યોર્જ આર. બ્રાઉન સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ પ્રોફેસર વીરરાઘવનને તેમની અદ્રશ્યને દૃશ્યમાન બનાવવાનો પ્રયાસ કરતી ક્રાંતિકારી ઇમેજિંગ ટેકનોલોજી માટે ટેક્નોલોજીને માન્યતા આપીને આ વર્ષનો ઇજનેરી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
અશોક વીરરાઘવન : અશોક વીરરાઘવનનો જન્મ ચેન્નઈમાં થયો અને પુખ્ત થતા પહેલાનો મોટાભાગનો સમય ત્યાં જ વિતાવ્યો હતો. અશોક વીરરાઘવને PTI ને કહ્યું કે, મને આ પુરસ્કાર પ્રાપ્ત કરીને આનંદ થયો છે. આ રાઈસ યુનિવર્સિટીની ઇમેજિંગ લેબમાં છેલ્લા દાયકામાં ઘણા વિદ્યાર્થીઓ, પોસ્ટડોક્સ અને સંશોધન વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટેશનલ ક્ષેત્રે કરેલી અદભુત અને નવીન સંશોધનની માન્યતા છે.
વીરરાઘવવની ઇમેજિંગ ટેકનોલોજી : વીરરાઘવનની કોમ્પ્યુટેશનલ ઇમેજિંગ લેબ ઇમેજિંગ પ્રક્રિયાઓ પર સર્વગ્રાહી રીતે સંશોધન કરે છે જે વર્તમાન તકનીકની પહોંચની બહાર છે. ઉપરાંત ઓપ્ટિક્સ અને સેન્સર ડિઝાઇનથી લઈને મશીન લર્નિંગ પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સ સુધીના ઇમેજિંગ પડકારોનો સામનો માટે રિસર્ચ કરે છે. આજે મોટાભાગની ઇમેજિંગ સિસ્ટમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જે આ ત્રણેય બાબતોને એક સાથે ધ્યાનમાં લેતી નથી, તેને અલગથી ડિઝાઇન કરવામાં આવે છે. સહ-ડિઝાઇન સ્વતંત્રતાની નવી ડિગ્રી ખોલે છે અને કેટલીક ઇમેજિંગ કાર્યક્ષમતા અથવા પ્રદર્શન ક્ષમતાઓ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે, જે શક્ય નથી.
સ્કેટરિંગ માધ્યમ : વીરરાઘવનનું સંશોધન ઇમેજિંગ ઘટનાક્રમ માટે ઉકેલ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જેમાં સહભાગી મીડિયામાં પ્રકાશના સ્કેટરિંગના કારણે વર્તમાન ઇમેજિંગ ટેકનોલોજી માટે અપ્રાપ્ય વિઝ્યુલાઇઝેશનનું લક્ષ્ય છે. આના ઘણા ઉદાહરણો છે. ઉદાહરણ આપતા વીરરાઘવનને સમજાવ્યું કે, એક પરિચિત ઉદાહરણ ધુમ્મસનું છે. જ્યારે તમે કાર ચલાવતા હોવ ત્યારે ધુમ્મસના કારણે તમે બહુ દૂર સુધી જોઈ શકતા નથી. આ કિસ્સામાં ધુમ્મસ સ્કેટરિંગ માધ્યમ તરીકે કાર્ય કરે છે. જો તમે સેટેલાઇટ ઇમેજિંગ કરી રહ્યા છો, તો વાદળો સ્કેટરિંગ માધ્યમ તરીકે કાર્ય કરે છે. જો તમે જૈવિક ઇમેજિંગ કરી રહ્યા છો, તો ત્વચા સ્કેટરિંગ માધ્યમ તરીકે કાર્ય કરે છે, ત્વચાના કારણે તમે રક્ત કોશિકાઓ અથવા વેસ્ક્યુલર સિસ્ટમની રચના જોઈ શકતા નથી.
અદ્રશ્યને દૃશ્યમાન કરવાનો પ્રયાસ :પ્રો. અશોક ઉમેર્યું કે, આ તમામ સંદર્ભોમાં સહભાગી મીડિયા અને સ્કેટર સાથે પ્રકાશ ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેનો અર્થ છે કે તમે જે છબી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે વિશેની માહિતી તમે ગુમાવો છો અને આ સૌથી મુખ્ય પડકાર છે. મને લાગે છે કે સ્કેટરિંગ મીડિયા દ્વારા ઇમેજિંગ એ સૌથી પડકારજનક સમસ્યાઓ પૈકીની એક છે. મારી લેબનું મુખ્ય ફોકસ તેના પર જ છે અને અમે તે સમસ્યાનો ઉકેલવા શોધવા તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે.
અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ :વિલિયમ અને સ્ટેફની સિક ડીન ઓફ એન્જિનિયરિંગ અને રાઈસ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ અને બાયોસાયન્સના પ્રોફેસર લુએ્ય નાખલેહે વીરરાઘવનને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપતાં કહ્યું કે, તેઓ આ વિશેષ માન્યતાને લાયક છે. વાસ્તવમાં આ અમારી શાળા માટે વિશેષ છે, કારણ કે આ સતત બીજું વર્ષ છે જ્યારે અમારી ફેકલ્ટીમાંથી એકને ઓ'ડોનીલ એવોર્ડ મળ્યો છે, ગત વર્ષે જેમી પેડગેટને એવોર્ડ મળ્યો હતો.
રાઈસ યુનિવર્સિટીના સંશોધન માટેના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તથા મટીરીયલ સાયન્સ એન્ડ નેનો એન્જિનિયરિંગ, ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના પ્રોફેસર રામમૂર્તિ રમેશે વીરરાઘવનની પ્રશંસા કરી અને તેમના સંશોધનની અસર પર ભાર મૂકતા કહ્યું કે, અશોકને એડિથ અને પીટર ઓ'ડોનીલ પુરસ્કારથી સન્માનિત થતા અને તેમને રાઈસ યુનિવર્સિટીના અગાઉના સન્માન પ્રાપ્તકર્તાઓના એક કુશળ ગ્રુપમાં જોડાતા જોઈને મને ખૂબ જ આનંદ થાય છે.
અશોક વીરરાઘવને ઇમેજિંગમાં કેટલીક સૌથી મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવા માટે ગણિત અને ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમના કાર્યમાં માનવ સ્વાસ્થ્ય, માઇક્રોસ્કોપી, રાષ્ટ્રીય સુરક્ષા, સ્વાયત્ત વાહનો, ફોટોગ્રાફી અને તેથી વધુની પ્રગતિ માટે વ્યાપક એપ્લિકેશન છે.
- French Journalist Leaves India : ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનકે ભારત છોડી દીધું, જતાં જતાં શું કહ્યું જૂઓ
- ASU ChatGPT Enterprise: હવે ચેટ જીપીટીનો ઉપયોગ થશે યુનિવર્સિટી ક્લાસરૂમમાં