ગુજરાત

gujarat

'શૂટર લોન એક્ટર હતો, ટ્રમ્પની હત્યાના પ્રયાસની ડોમેસ્ટિક ટેરરિઝમ એક્ટ તરીકે તપાસ થઈ રહી છે' : FBI - Attack on Donald Trump

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 11:04 AM IST

FBI ની રાષ્ટ્રીય સુરક્ષા શાખાના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ડિરેક્ટર રોબર્ટ વેલ્સે જણાવ્યું કે, યુએસ એજન્સી આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે અને સંભવિત સ્થાનિક આતંકવાદી કૃત્ય તરીકે પણ તપાસ કરી રહી છે. આતંકવાદ વિરોધી વિભાગ અને ગુનાહિત વિભાગો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.

થોમસ મેથ્યુ ક્રૂક્સ
થોમસ મેથ્યુ ક્રૂક્સ (Bethel Park School District via AP)

USA : શનિવારે પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર બંદૂકધારીએ એકલા પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. FBI અનુસારના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓ સંભવિત સ્થાનિક આતંકવાદી કૃત્ય તરીકે તેની તપાસ કરી રહી છે. ગનમેનની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ છે.

FBI ની રાષ્ટ્રીય સુરક્ષા શાખાના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ડિરેક્ટર રોબર્ટ વેલ્સે જણાવ્યું હતું કે, તપાસના આ તબક્કે એવું લાગે છે કે તે એકલો જ હતો, પરંતુ અમારી પાસે હજુ વધુ તપાસ બાકી છે. FBI આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે અને સંભવિત સ્થાનિક આતંકવાદી કૃત્ય તરીકે પણ તપાસ કરી રહી છે. આતંકવાદ વિરોધી વિભાગ અને ગુનાહિત વિભાગો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.

પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પની હત્યાના પ્રયાસની તપાસનું નેતૃત્વ FBI કરી રહી છે. ટ્રમ્પને એક ગોળી વાગી હતી, જે તેમના જમણા કાનના ઉપરના ભાગને વીંધી ગઈ હતી. તેઓ હવે સુરક્ષિત છે અને તેમના શેડ્યૂલ સાથે ચાલી રહ્યા છે, જેમાં મિલવૌકીના પ્રવાસનો સમાવેશ થાય છે. ત્યાં તેઓ રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં હાજરી આપશે, જે તેમને વર્તમાન જો બાઈડેન સામે પક્ષના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઔપચારિક રીતે નામાંકિત કરશે.

FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ વોશિંગ્ટન ડીસીમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, શૂટરનું મૃત્યુ થઈ શકે છે, પરંતુ તપાસ ચાલુ છે. તેના કારણે અમે આ ક્ષણે જે કહીએ છીએ તે મર્યાદિત છે. ગઈકાલે આપણે જે જોયું તે લોકશાહી અને આપણી લોકશાહી પ્રક્રિયા પરના હુમલાથી ઓછું નથી.

FBI અધિકારીના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની શનિવારની રેલીમાં ગનમેનની તપાસમાં હજુ સુધી કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, ધમકીભરી પોસ્ટ અથવા અન્ય હેતુઓ સામે આવ્યા નથી. FBI ના જણાવ્યા મુજબ શૂટરે AR-સ્ટાઈલ રાઈફલનો ઉપયોગ કર્યો હતો, જે 5.56 mm ચેમ્બરવાળી હતી અને આવા હથિયારો માટે સામાન્ય કેલિબર છે.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ ગનમેનના સોશિયલ મીડિયા અને અન્ય પ્રોપર્ટીની તપાસ કરી રહ્યાં છે, કારણ કે તેઓ હુમલાનું કારણ નક્કી કરવા માંગે છે. સિક્રેટ સર્વિસના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલ તેમના એજન્ટોને એક મેમોમાં જણાવ્યું હતું કે, બટલર પેન્સિલવેનિયામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ એ એક ક્ષણ છે જે ઇતિહાસમાં કાયમ યાદ રહેશે.

જો બાઈડેન ઓવલ ઓફિસથી રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરે તેવી શક્યતા છે. તે ડોનાલ્ડ ટ્રમ્પ પરના ભયાનક હુમલા અંગે રાષ્ટ્રને અપડેટ કરવા માટે એક જરૂરી સંબોધન આપશે. સાથે જ દરેક અમેરિકનને માત્ર નિંદા કરવા જ નહીં, પરંતુ આ દેશમાં રાજકીય હિંસાનો અંત લાવવા માટે એકસાથે આવવાની જરૂરિયાત છે.

શાળાના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રૂક્સે બે મહિના પહેલા એલેગેની કાઉન્ટીની કોમ્યુનિટી કોલેજમાંથી સ્નાતક થયો અને એન્જિનિયરિંગ સાયન્સમાં એસોસીએટ ડિગ્રી મેળવી હતી. સાથે જ ઉમેર્યું કે, આ ઘટનાના ભયાનક વળાંકથી તેઓ આઘાત અને દુઃખી થયા હતા.

  1. ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ મુદ્દે US સિક્રેટ સર્વિસ પર ઉઠ્યા સવાલ, જાણો ક્યાં થઈ ભૂલ
  2. માંડ માંડ બચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી સભામાં હુમલો

ABOUT THE AUTHOR

...view details