તેહરાન: અરબ મીડિયાએ જણાવ્યું કે, શનિવારની સવારે નેતન્યાહૂના આવાસ પર ડ્રોનથી હુમલો થયો હતો. એક કતરી મીડિયા આઉટલેટના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહે કૈસરિયા ક્ષેત્ર તરફ જે ડ્રોન લોંચ કર્યુ હતુ. તે નેતન્યાહૂના આવાસ પર હુમલો કર્યો હતો, ઇઝરાયલી સેના એ પુષ્ટિ કરી છે કે, ડ્રોને કૈસરિયામાં 1 ઇમારત પર હુમલો કર્યો હતો.
ઇઝરાયલી મીડિયાએ ઘટના સ્થળના કોઇ ફૂટેજ પ્રકાશિત નથી કર્યા, આનાથી પહેલા શનિવારની સવારે, જાયોની સૂત્રોએ ઇઝરાયલી શાસનના પ્રમુખ બેંજામિન નેતન્યાહૂના આવાસની પાસે એક ડ્રોનના વિસ્ફોટની સૂચના આપી હતી. પ્રારંભિક રિપોર્ટથી સંકેત મળે છે કે આ ઘટનાથી કેટલા લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ્સથી ખબર પડે છે કે ડ્રોને નેતન્યાહૂના આવાસની પાસે એક ઇમારત પર હુમલો કર્યો હતો. અત્યારે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.
એક દિવસ પહેલા ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ હમાસના નેતા યાહ્યા સિનવારને મારી નાખ્યો હોવાની પુષ્ટિ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કૈસરિયા ક્ષેત્રમાં કેટલાક વિસ્ફોટ થયા હતા. એનાથી પહેલા લેબનોન તરફથી કેટલાક ડ્રોન્સ દેખાયા હતા. મીડિયા રિપોર્ટસે આ વાતની પુષ્ટિ કરી હતી કે. ઇઝરાયલી આયરન ડોમે આ ડ્રોન્સને અટકાવવામાં નિષ્ફળ રહ્યું હતું. એક બીજા વિડીયોમાં એક ડ્રોન ઇઝરાયલી સેનાના હેલિકોપ્ટર પાસેથી નીકળતા દેખાયું હતું.
ઇઝરાયલી મીડિયાએ સેનાના હવાલાથી લખ્યું હતું કે, આયરન ડોમ ત્રણમાંથી 2 ડ્રોનને અટકાવવામાં સફળ રહ્યું હતું. નજરે જોનારાઓએ જણાવ્યું કે, ડ્રોન લેબનોનથી લગભગ 70 કિલોમીટરની ઝડપે ઉડ્યું અને સીધુ કૈસરિયાની એક ઇમારત સાથે અથડાયું હતું. આ વિસ્ફોટ ખૂબ જ મોટો હતો. વિસ્ફોટ પછી તેના અવશેષો પાસે આવેલી બિલ્ડીંગ સુધી પહોંચી ગયા હતા.
ઈરાનના ખામેનેઈએ કહ્યું કે, હમાસ સિનવારના મૃત્યુ પછી પણ ટકી રહેશે: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ શનિવારે કહ્યું હતું કે, ગાઝામાં ઈઝરાયેલી લશ્કરી કાર્યવાહીમાં તેના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ છતાં હમાસ જીવંત છે અને ટકી રહેશે. ખામેનીએ કહ્યું કેલ તેમનું નુકસાન ઇઝરાયેલ સામેના પ્રતિકાર મોરચા માટે ચોક્કસપણે દુઃખદાયક છે. સિનાવરની શહાદતથી આ બિલકુલ ખતમ નહીં થાય. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે પેલેસ્ટિનિયન ઇસ્લામિક ચળવળ 'હમાસ જીવંત છે અને જીવિત રહેશે'.
બુધવારે તેમની હત્યા બાદ સિનવાર પરની તેમની પ્રથમ ટિપ્પણીમાં, ખામેનીએ કહ્યું કે સિનવાર પ્રતિકાર અને સંઘર્ષનો ચમકતો ચહેરો હતો. જેને 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેણે ગાઝા યુદ્ધને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો:
- PM મોદી રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર રશિયા જશે, BRICS સમિટમાં ભાગ લેશે
- હમાસના નેતા યાહ્યા સિનવરનું કેવી રીતે મોત થયું, જુઓ વીડિયો